ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા 3 ભારતીય ખેલાડીઓથી પ્રભાવિત થયા છે.ભારતે મુશ્કેલ પરિસ્થિતિમાંથી વાપસી કરીને 4 વિકેટે જીત મેળવી હતી. .આ જીત બાદ ગંભીરએ નીતિશ કુમાર રેડ્ડી,તિલક વર્મા અને નમન ધીરની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને ત્રણ શબ્દોનું ખાસ કેપ્શન લખ્યું હતું. તેમના આ સંદેશે ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.
ગંભીરએ લખ્યું, 'Boys Becoming Men'
ગૌતમ ગંભીરએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નીતિશ કુમાર રેડ્ડી,તિલક વર્મા અને નમન ધીરની તસવીર શેર કરી હતી.આ તસવીર સાથે તેમણે 'Boys Becoming Men'એવું કેપ્શન લખ્યું હતું.તેનો અર્થ થાય છે કે યુવા ખેલાડીઓ પરિપક્વ બની રહ્યા છે અને મોટી જવાબદારીઓ નિભાવવા તૈયાર થઈ રહ્યા છે.આ ત્રણેય ખેલાડીઓએ મુશ્કેલ સમયે જવાબદારી સંભાળીને ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેમના પ્રદર્શનથી ટીમની મધ્યક્રમની તાકાત પણ સામે આવી હતી.
https://x.com/GautamGambhir/status/2113990249890374064?s=20
તિલક વર્મા અને નમન ધીરના કર્યા વખાણ
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા.ગ્લેન ફિલિપ્સે 70 રન અને બેવન જેકબ્સે 58 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ભારત સામે જીત માટે 181 રનનો લક્ષ્યાંક હતો.જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. સંજુ સેમસન 14, અભિષેક શર્મા 27, વૈભવ સૂર્યવંશી 4 અને શ્રેયસ ઐયર 7 રન બનાવીને આઉટ થયા હતા.અક્ષર પટેલની વિકેટ પડતાં ભારતે 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.આ સ્થિતિમાં નમન ધીર અને તિલક વર્માએ મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. નમન ધીરે માત્ર 17 બોલમાં 3 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. તેમની આક્રમક બેટિંગથી ભારતીય ટીમને ફરી જીતની આશા જાગી હતી.
તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ અપાવી જીત
નમન ધીરની વિકેટ બાદ નીતિશ કુમાર રેડ્ડીએ તિલક વર્મા સાથે મળીને ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંને બેટરોએ અંત સુધી બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી.તિલક વર્માએ 26 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ માત્ર 13 બોલમાં અણનમ 26 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચેની ભાગીદારીએ ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ વધાર્યું હતું. ભારતે એક બોલ બાકી રહેતાં 6 વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ભારત શ્રેણી જીતવાની નજીક
બીજી T20 મેચમાં જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી હતી. હવે ભારતીય ટીમને શ્રેણી પોતાના નામે કરવા માટે બાકીની 3 મેચમાંથી માત્ર એક મેચ જીતવાની જરૂર છે.બીજી તરફ, ન્યૂઝીલેન્ડ માટે શ્રેણીમાં ટકી રહેવા આગામી મેચોમાં જીત મેળવવી જરૂરી બનશે. બંને ટીમો વચ્ચે ત્રીજી T20 મેચ 27 ઑક્ટોબરે વેલિંગ્ટનમાં રમાવાની છે.ગૌતમ ગંભીરની આ પોસ્ટ યુવા ખેલાડીઓના પ્રદર્શનને મળેલી પ્રશંસા તરીકે જોવામાં આવી રહી છે. હવે ચાહકોની નજર એ વાત પર રહેશે કે ભારતીય ખેલાડીઓ આગામી મેચોમાં પણ આ જ પ્રકારનું પ્રદર્શન જાળવી રાખે છે કે નહીં.
આ પણ વાંચો - Vaibhav Sooryavanshiને લઈને અશ્વિને ગંભીરને શું કહ્યું? ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ