ભારતીય ક્રિકેટ ટીમની આયર્લેન્ડ સામેની T20 સીરિઝમાં ઐતિહાસિક અને શરમજનક 0-2 થી હાર બાદ સોશિયલ મીડિયા મીમ્સથી ભરેલું છે.ચાહકોના ગુસ્સા અને ટીકા વચ્ચે આયર્લેન્ડ ક્રિકેટના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ જે તેની રમુજી અને તીક્ષ્ણ ટિપ્પણીઓ માટે જાણીતું છે.તેણે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર આકરા પ્રહારો કર્યા છે.આઇસલેન્ડ ક્રિકેટની પોસ્ટ જેમાં તેઓ ગંભીરના કોચિંગ રેકોર્ડની મજાક ઉડાવે છે.તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આઇસલેન્ડ ક્રિકેટ ગંભીરની મજાક ઉડાવે
બીજી T20I માં આયર્લેન્ડ સામે ભારતની 1 રનની સાંકડી હાર પછી તરત જ, આયર્લેન્ડ ક્રિકેટે ગંભીર યુગ પર આકરા પ્રહારો કરતા લખ્યું, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે અમને ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં ઉમેરવાની કોઈ ઇચ્છા નથી. જો કે, તેની પાસે સ્પષ્ટપણે અદ્ભુત પ્રતિભા છે. આ ઉત્તમ ભારતીય ખેલાડીઓને આયર્લેન્ડ લઈ જવા અને આવા પરિણામો આપવા માટે... ખરેખર અસાધારણ અને અનોખા કૌશલ્યની જરૂર છે.
આઇસલેન્ડ ક્રિકેટે પહેલા પણ ગંભીર પર આકરા પ્રહારો કર્યા
આ પહેલીવાર નથી જ્યારે આઇસલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરને નિશાન બનાવ્યું હોય. અગાઉ, જ્યારે ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે અને પછી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો,ત્યારે બોર્ડે ગંભીરને પણ ટ્રોલ કર્યો હતો. તે સમયે, તેઓએ લખ્યું હતું કે,અમે અમારા ચાહકોને જણાવવા માંગીએ છીએ કે ગૌતમ ગંભીરને અમારી રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે આમંત્રિત કરવામાં આવશે નહીં. તે સ્થાન પહેલાથી જ ભરાઈ ગયું છે, અને અમે 2025 માં અમારી 75% મેચ જીતી હતી.
ગંભીરના કાર્યકાળ દરમિયાન સતત આંચકાઓ
જુલાઈ 2024 માં રાહુલ દ્રવિડથી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળનારા ગૌતમ ગંભીરના કેટલાક સીરિઝમાં નિરાશાજનક પરિણામો આવ્યા છે. 2024માં ભારતે ઘરેલુ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ 0-3 થી હારી ગઈ, જે 12 વર્ષમાં ભારતની પ્રથમ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હાર હતી. આ વર્ષની શરૂઆતમાં, ભારતને ન્યુઝીલેન્ડ સામે ODI સીરિઝમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમનો આયર્લેન્ડ જેવી ટીમ સામે T20 સીરિઝમાં 2-0 થી વ્હાઇટવોશ ગંભીરની વ્યૂહરચના પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.
આ પણ વાંચો- IRE Vs IND: હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે કર્યો મોટો ખુલાસો, આ વાતને લઈને છે નિરાશ