ન્યૂઝીલેન્ડનો સ્ટાર ક્રિકેટર ગ્લેન ફિલિપ્સ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેના બેટ કે બોલિંગને કારણે નહીં, પણ વિમાન ઉડાવવાની તેની આવડતને કારણે. ફિલિપ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતે વિમાન ઉડાવતો અને પત્ની સાથે આકાશની સેર કરાવતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે ક્રિકેટમાંથી મળેલા વિરામ દરમિયાન તેણે પાઇલટ બનવાનું સપનું પૂરું કર્યું હતું. હવે તેનો આ વીડિયો ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

ક્રિકેટર ગ્લેન ફિલિપ્સ બન્યો પાઇલટ, જુઓ VIDEO

ગ્લેન ફિલિપ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિમાન ઉડાડવાનો વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં તે Cessna 172 નામનું નાનું વિમાન ઉડાવતો જોવા મળે છે. તેણે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.વીડિયો સાથેના સંકેતોમાં દેખાતો NZCH કોડ પણ ક્રાઇસ્ટચર્ચ એરપોર્ટ સાથે સંબંધિત છે.આ સફરમાં તેની પત્ની પણ સાથે હતી. બંનેએ વિમાનમાં આકાશની સેર કરી હતી. ફિલિપ્સે ઉડાનથી લઈને વિમાનના ઉતરાણ સુધીની ક્ષણો વીડિયોમાં કેદ કરી છે. ક્રિકેટના મેદાન પર પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા ફિલિપ્સને આ અલગ ભૂમિકામાં જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.ખાસ વાત એ છે કે આ પહેલી વખત નથી જ્યારે ફિલિપ્સે વિમાન ઉડાવવાનો વીડિયો શેર કર્યો હોય. તે અગાઉ પણ પોતાના આ શોખની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી ચૂક્યો છે.

ગ્લેન ફિલિપ્સે પાઇલટ બનવા  ક્રિકેટમાંથી વિરામ લીધો

ગ્લેન ફિલિપ્સે પાઇલટ બનવા માટે ક્રિકેટમાંથી મળેલા વિરામનો ઉપયોગ કર્યો હતો.અહેવાલો અનુસાર,ઈજાને કારણે તે લગભગ 8 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.આ સમય દરમિયાન તેણે વિમાન ઉડાવવાની તાલીમ લેવાનું શરૂ કર્યું.સામાન્ય રીતે ખેલાડીઓ ઈજામાંથી સાજા થવા અને મેદાન પર પાછા ફરવા માટે સમય ફાળવે છે.ફિલિપ્સે પણ પોતાની ફિટનેસ અને ક્રિકેટમાં વાપસી પર ધ્યાન આપવાની સાથે એક નવું કૌશલ્ય શીખવાનો પ્રયાસ કર્યો.તાલીમ પૂર્ણ કર્યા બાદ તેને પાઇલટ તરીકેનું પ્રમાણપત્ર મળ્યું હોવાના અહેવાલ છે હવે પત્ની સાથેની તેની આકાશી સફરનો વીડિયો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

https://www.instagram.com/p/DeaCNtEEywK/?utm_source=ig_web_button_share_sheet

ક્રિકેટ ઉપરાંત વિમાન ઉડાવવાનો પણ શોખ

ગ્લેન ફિલિપ્સ ન્યૂઝીલેન્ડના પ્રતિભાશાળી ખેલાડીઓમાંનો એક છે. તે આક્રમક બેટિંગ ઉપરાંત પોતાની શારીરિક ક્ષમતા અને મેદાન પરના શાનદાર પ્રદર્શન માટે પણ જાણીતો છે. જોકે, ક્રિકેટ સિવાયના તેના રસના વિષયો પણ ચાહકોને આશ્ચર્યમાં મૂકે છે.પાઇલટ બનવા માટે તાલીમ લેવી અને વિમાન ઉડાવવાની આવડત કેળવવી સરળ બાબત નથી. ફિલિપ્સે ક્રિકેટથી દૂર રહેલા સમયને નવી બાબત શીખવાની તકમાં ફેરવ્યો. તેની આ પહેલ બતાવે છે કે ખેલાડીનું જીવન માત્ર મેદાન પૂરતું સીમિત નથી હોતું.

ભારત સામેની શ્રેણીમાં જોવા મળશે ગ્લેન ફિલિપ્સ?

ક્રિકેટની વાત કરીએ તો ગ્લેન ફિલિપ્સને ભારત સામેની આગામી શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્થાન મળ્યું હોવાના અહેવાલ છે.આગામી 5 મેચની વનડે શ્રેણીની પ્રથમ 3 મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ચાહકોની નજર રહેશે.ક્રિકેટમાંથી મળેલા વિરામ દરમિયાન પાઇલટ બનવાનું સપનું પૂરું કરનાર ફિલિપ્સ હવે ફરી મેદાન પર પોતાની પ્રતિભા બતાવવા તૈયાર છે. એક તરફ ક્રિકેટ પ્રત્યેનો તેનો જુસ્સો અને બીજી તરફ વિમાન ઉડાવવાનો શોખ, આ બંને પાસાં તેને અન્ય ખેલાડીઓથી અલગ ઓળખ આપે છે.

આ પણ વાંચો - PAK vs SL : પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર, કુસલ મેન્ડિસને મળી મોટી જવાબદારી