ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ બાદ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ પત્રકારોના સવાલોને કારણે ચર્ચામાં આવ્યા છે.મેચમાં ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ નબળી રહી હતી અને ટીમના ખેલાડીઓએ કેચ પકડવાની કેટલીક તક ગુમાવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ભારતીય પત્રકારોએ આ અંગે ફિલિપ્સને સવાલ પૂછ્યો,ત્યારે તેમણે વળતો જવાબ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.ફિલિપ્સ વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં ગણાય છે.તેથી ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ અંગેના સવાલોનો જવાબ આપતી વખતે તેમણે પોતાની ટીમનો બચાવ કર્યો હતો.ખાસ કરીને કેટલા કેચ છૂટ્યા હતા તે અંગે તેમણે પત્રકારો સામે જ સવાલો ઉઠાવ્યા હતા.
‘ચાર કેચ છૂટ્યા? કયા ચાર?’
પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ ગ્લેન ફિલિપ્સને પૂછ્યું કે ન્યૂઝીલેન્ડે મેચમાં ચાર કેચ છોડ્યા હતા, તો આ અંગે તેમનું શું કહેવું છે? આ સવાલ સાંભળીને ફિલિપ્સે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘ચાર? કયા કયા?’જ્યારે પત્રકારે ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન દ્વારા કેચ પકડવામાં નિષ્ફળ રહેવાની વાત કરી, ત્યારે ફિલિપ્સે તરત જ વળતો સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે શું એવા બે પ્રયાસોને પણ કેચ છોડ્યાની યાદીમાં ગણવામાં આવે છે,જેમાં બોલ સુધી પહોંચવું જ મુશ્કેલ હતું?ફિલિપ્સના આ જવાબથી પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા વધુ રસપ્રદ બની હતી.
https://x.com/cricinfo/status/2113266431886610551?s=20
નમન ધીરના કેચ અંગે પણ થઈ ચર્ચા
પત્રકારોએ ન્યૂઝીલેન્ડના નાથન સ્મિથના પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ ઘટના ભારતની ઇનિંગ્સની 17મી ઓવરમાં બની હતી. નમન ધીરે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરની બોલ પર સ્લોગ સ્વીપ રમ્યો હતો.બોલને પકડવા માટે સ્મિથે ઝડપથી દોડીને માથા ઉપરથી કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સંતુલન જાળવી શક્યા નહોતા.પરિણામે બોલ બાઉન્ડરીની બહાર ગયો અને ભારતને 6 રન મળ્યા હતા.આ અંગે ફિલિપ્સે કટાક્ષ કરતાં કહ્યું હતું કે જે બોલ પર 6 રન મળ્યા, તેના વિશે પણ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેમણે ભારતની ફિલ્ડિંગનો ઉલ્લેખ કરીને પૂછ્યું કે ભારતીય ટીમે કેટલા કેચ છોડ્યા હતા.ફિલિપ્સે કહ્યું કે કેચ છૂટે છે અને મેદાન પર ભૂલો પણ થાય છે,પરંતુ કેચની ગણતરી યોગ્ય રીતે થવી જોઈએ.તેમના મતે, જે બોલ સુધી પહોંચવું જ શક્ય ન હોય તેને કેચ છોડવાની ભૂલ ગણવી યોગ્ય નથી.
મેચના અંતિમ તબક્કામાં આ ક્ષણો બની હતી મહત્ત્વની
ફિલિપ્સે જે બે પ્રયાસોને કેચ છોડવાની ઘટના ગણવાનો વિરોધ કર્યો હતો,તે બંને નમન ધીર સાથે જોડાયેલા હતા.લોકી ફર્ગ્યુસને 18મી ઓવરમાં નમન ધીરના બેટની બહારની કિનારી પરથી ગયેલા બોલને પકડવાનો પ્રયાસ કર્યો હતો.જોકે,બોલ તેમના માથા ઉપરથી પસાર થઈ ગયો હતો અને ભારતને 4 રન મળ્યા હતા.મેચની અંતિમ ક્ષણોમાં પણ નમન ધીરે ભારત માટે વિજયી રન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.આ કારણે ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ અને કેચ પકડવાની ચૂકી ગયેલી તકો ચર્ચાનો વિષય બની હતી.ગ્લેન ફિલિપ્સના નિવેદન બાદ હવે આ પ્રેસ કોન્ફરન્સની ચર્ચા ક્રિકેટ ચાહકોમાં થઈ રહી છે. એક તરફ ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ પર સવાલો ઊભા થયા છે, તો બીજી તરફ ફિલિપ્સે પોતાની ટીમનો બચાવ કરતાં પત્રકારોને કેચની ગણતરી અંગે સવાલ કર્યા છે
આ પણ વાંચો - Sarfaraz Khanની પસંદગી ન થતાં ભડક્યા વસીમ જાફર, પસંદગીકારો પર સાધ્યું નિશાન