ટેનિસ-બોલ ક્રિકેટ સાથે જોડાયેલા ખેલાડીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આયોજિત થનારી આ પ્રોફેશનલ લીગ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ખેલાડીઓને પ્રોફેશનલ સ્તર પર પોતાની પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક પૂરી પાડશે. આ લીગનું આયોજન ‘Sataack 50’ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવશે.
દિગ્ગજ ખેલાડીઓની સિંહફાળો: વીરેન્દ્ર સેહવાગ અને મિતાલી રાજ જોડાયા
આ લીગને વધુ આકર્ષક અને વિશ્વસનીય બનાવવા માટે ભારતીય ક્રિકેટના દિગ્ગજોને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર રહેલા પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને આ લીગના કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજને મહિલા લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

6 પુરુષ અને 6 મહિલા ટીમો વચ્ચે જામશે જંગ
આ પ્રોફેશનલ લીગનું માળખું ખૂબ જ આકર્ષક રાખવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 6 પુરુષ ટીમો અને 6 મહિલા ટીમો વચ્ચે ટક્કર થશે. પુરુષો અને મહિલાઓ બંને વર્ગના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ મળી રહે તેવો આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

15 રાજ્યોમાં મફત ટ્રાયલ્સ અને 2027માં પ્રથમ સિઝન
ખેલાડીઓ માટે ઉત્સાહજનક બાબત એ છે કે દેશના કુલ 15 જેટલા રાજ્યોમાં ખેલાડીઓ માટે મફત ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પાયાની સ્તરની પ્રતિભાઓ બહાર આવી શકે. આ ભવ્ય લીગની પ્રથમ સિઝનનું સત્તાવાર આયોજન વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. ટેનિસ-બોલ ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક ઐતિહાસિક પહેલ સાબિત થશે.
આ પણ વાંચો: Ahmedabad News: ખારિકટ કેનાલ પર 300 કરોડના ખર્ચે 16 કિ.મી લાંબો આઇકોનિક રોડ બનાવાશે