ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ફરી ચિંતા વધી છે. લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલા હાર્દિકની ટીમ ઇન્ડિયામાં વાપસી ક્યારે થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. એક અહેવાલ અનુસાર, તેની વાપસીમાં વધુ વિલંબ થઈ શકે છે અને તે સીધો IPL 2027માં રમતો જોવા મળી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


IPL 2026 દરમિયાન થયેલી ઈજાને કારણે હાર્દિક કેટલીક મેચ રમી શક્યો નહોતો. સિઝન પૂરી થયા બાદ પણ તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં તે રિહેબિલિટેશન અને ટ્રેનિંગમાંથી પસાર થઈ રહ્યો છે. તેની ફિટનેસમાં વારંવાર અવરોધ આવતાં ભારતીય ટીમની આગામી શ્રેણીઓમાં તેની ઉપલબ્ધતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

હાર્દિક પંડ્યા આ 3 શ્રેણીમાંથી રહી શકે છે બહાર

હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલી ભારતીય T20 અને વનડે ટીમમાં સ્થાન મળ્યું નહોતું. અહેવાલ પ્રમાણે, તેની ઈજામાંથી સાજા થવાની પ્રક્રિયાને કારણે આગામી ત્રણ શ્રેણીમાં રમવું પણ મુશ્કેલ બની શકે છે.ત્યારે શ્રીલંકા સામેની વનડે શ્રેણી: ડિસેમ્બર 2026 અને જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનારી શ્રેણીમાં તેની ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા છે.જાન્યુઆરી 2027માં યોજાનારી શ્રેણીમાં પણ તે રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.આ ઉપરાંત, અહેવાલ મુજબ હાર્દિક ઘરેલુ વ્હાઇટ બોલ ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે નહીં. જોકે, આ તમામ બાબતો અંગે અંતિમ નિર્ણય તેની રિકવરી અને મેડિકલ ટીમના મૂલ્યાંકન પર આધારિત રહેશે.

https://x.com/cricsam02/status/2112775783798473127?s=20

સપ્ટેમ્બરમાં ફરી સામે આવી હતી ઈજા

હાર્દિકની વાપસીમાં વિલંબ થવાનું મુખ્ય કારણ તેની પિંડળીમાં થયેલી સ્ટ્રેસ ઈજા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સપ્ટેમ્બર દરમિયાન મેચ જેવી પરિસ્થિતિમાં કરવામાં આવેલી પ્રેક્ટિસ વખતે આ સમસ્યા ફરી સામે આવી હતી. તેના કારણે તેની રિકવરીની પ્રક્રિયા ફરી શરૂ કરવી પડી હતી.અહેવાલ પ્રમાણે, આગામી 3 અઠવાડિયામાં હાર્દિક હળવી દોડ શરૂ કરી શકે છે. ત્યારબાદ ધીમે ધીમે દોડવાનો ભાર વધારવામાં આવશે અને પછી ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરવાની યોજના છે.આ સમગ્ર પ્રક્રિયા કેટલો સમય લેશે તે તેની પ્રગતિ પર નિર્ભર રહેશે. તેથી તેની વાપસીની ચોક્કસ તારીખ નક્કી કરવી હાલ મુશ્કેલ છે.

3 વખત વાપસી અટકી હોવાનો દાવો

અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે IPL 2026 પછી હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડિયામાં વાપસીની યોજના ત્રણ વખત અટકી છે. રિહેબિલિટેશન દરમિયાન ફરી ઈજા સામે આવતાં તેની વાપસી સતત પાછળ ઠેલાતી રહી છે.કેટલાક પ્રસંગોએ ટીમમાં પસંદગી થયા બાદ પણ તેને નામ પાછું ખેંચવું પડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ વિગતોની સત્તાવાર પુષ્ટિ જરૂરી છે.

વર્લ્ડ કપ 2027 પહેલાં ફિટનેસ સૌથી મોટો પડકાર

હાર્દિક પંડ્યાની ફિટનેસ ભારતીય ટીમ માટે લાંબા ગાળાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. જો તેની વાપસીમાં વધુ વિલંબ થાય, તો આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ માટે ટીમની યોજનાઓમાં ફેરફાર કરવો પડી શકે છે.જોકે, અત્યારે હાર્દિક માત્ર IPL માટે જ ફિટ રહેશે અથવા તે સીધો IPL 2027માં જ પરત ફરશે એવું નિશ્ચિતપણે કહી શકાય નહીં. તેની રિકવરી, પ્રેક્ટિસમાં વાપસી અને મેચ રમવા માટેની તૈયારીના આધારે જ આગળનો નિર્ણય લેવામાં આવશે.હાલ ભારતીય ચાહકોની નજર હાર્દિકની ફિટનેસ અપડેટ પર છે. ટીમ ઇન્ડિયા માટે સૌથી મહત્ત્વની બાબત એ રહેશે કે તે સંપૂર્ણ રીતે ફિટ થઈને મેદાનમાં પાછો ફરે. 

આ પણ વાંચો-  IND vs NZ : કયા અને ક્યારે રમાશે પ્રથમ T20I? આ રીતે જોઈ શકાશે લાઈવ મેચ