ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે અચાનક કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કૌરની કેપ્ટનશીપ હેઠળ એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેણે કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય લીધો છે. કૌરે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે, જોકે તે ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. આ દરમિયાન, એવી શક્યતા છે કે સ્મૃતિ મંધાનાને નવી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. હરમનપ્રીતે 2016 માં ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમની જવાબદારી સંભાળી હતી. આ પછી, જ્યારે મિતાલી રાજે 2022 માં નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે તે વનડેની પણ કેપ્ટન બની. હવે કૌર લગભગ 37 વર્ષની છે.
હરમનપ્રીતે ટીમનું લાંબા સમયસુધી નેતૃત્વ કર્યું
હરમનપ્રીત કૌર લાંબા સમયથી ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરી રહી હતી. હવે તેઓ કેપ્ટન તરીકે નહીં, પરંતુ ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલી રહેશે. તેમણે પોતાના સંદેશમાં સ્પષ્ટ કર્યું કે કેપ્ટનશિપનો અંત તેમની ક્રિકેટ સફરનો અંત નથી.
BCCIની સમીક્ષા બેઠક બાદ લીધો નિર્ણય
ગૌહાટીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા BCCI સચિવ દેવજિત સૈકિયાએ કરી હતી. બેઠકમાં હરમનપ્રીત કૌર ઉપરાંત સ્મૃતિ મંધાના અને મુખ્ય કોચ અમોલ મઝુમદાર પણ હાજર રહ્યા હતા.આ બેઠક બાદ હરમનપ્રીતે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી. જોકે તેમના નિર્ણયને માત્ર બેઠકના પરિણામ તરીકે જોવાને બદલે તેમના પોતાના જાહેર નિવેદનને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. તેમણે કહ્યું કે ટીમ હવે સારા સ્થાન પર છે અને તેમને લાગે છે કે તેમણે પોતાની કેપ્ટન તરીકેની જવાબદારી પૂર્ણ કરી છે.
https://www.instagram.com/p/DeI_xMTSpXV/?utm_source=ig_web_button_share_sheet
“આ નિર્ણય મારા માટે સરળ નહોતો”
હરમનપ્રીત કૌરે પોતાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય તેમના માટે સરળ નહોતો. આ નિર્ણય સાથે તેમની કારકિર્દીની અનેક યાદો, લાગણીઓ અને ત્યાગ જોડાયેલા છે.તેમણે જણાવ્યું કે ભારતીય મહિલા ક્રિકેટ અને ટીમ માટે તેમણે પોતાની ક્ષમતા મુજબ બધું આપ્યું. કેપ્ટન તરીકે તેમણે ટીમના હિતમાં કેટલાક મુશ્કેલ નિર્ણયો પણ લીધા અને ખેલાડીઓને આગળ વધવાની તક આપવાનો પ્રયાસ કર્યો.
https://x.com/ICC/status/2107346739086967043?s=20
હવે ખેલાડી તરીકે ચાલુ રહેશે સફર
હરમનપ્રીત કૌરે સ્પષ્ટ કર્યું કે કેપ્ટનશિપ છોડ્યા બાદ ભારતીય ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ યથાવત રહેશે. તેમણે પોતાના સંદેશના અંતમાં જણાવ્યું કે હવે તેઓ રમત પ્રત્યેના પ્રેમ માટે ફરીથી ખેલાડી તરીકે રમવા માટે તૈયાર છે.આ રીતે ભારતીય મહિલા ક્રિકેટમાં હરમનપ્રીત કૌરના લાંબા કેપ્ટનશિપ અધ્યાયનો અંત આવ્યો છે. હવે ટીમ ઈન્ડિયાની આગામી કેપ્ટન કોણ બનશે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. હાલ ઉપલબ્ધ અહેવાલોમાં સ્મૃતિ મંધાનાનું નામ સંભવિત વિકલ્પ તરીકે ચર્ચાઈ રહ્યું છે, પરંતુ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
આ પણ વાંચો- Ishan Kishan Record: ઈશાન કિશન પાસે ઈતિહાસ રચવાની મોટી તક