ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે અને આ વાત વધુ એક વખત સાબિત થઈ છે.ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય વનડે શ્રેણીની રોમાંચક મેચમાં એક એવો ઉલટફેર જોવા મળ્યો જેણે સમગ્ર રમતજગતને ચોંકાવી દીધું છે.ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે માત્ર 116 બોલમાં અણનમ 202 રન ફટકારી પુરુષ વનડે ક્રિકેટના ઇતિહાસની સૌથી ઝડપી બેવડી સદીનો કીર્તિમાન સ્થાપ્યો હતો.જોકે,આ ઐતિહાસિક સિદ્ધિ છતાં આખરે ઇંગ્લેન્ડને 2 વિકેટે પરાજયનો કડવો ઘૂંટડો પીવો પડ્યો હતો.
બ્રુકનું તોફાન અને 429 રનનો વિશાળ સ્કોર
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે સ્કોરબોર્ડ પર 429 રન ખડકી દીધા હતા.ઇંગ્લિશ કેપ્ટન હેરી બ્રુક મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગા વરસાવી શ્રીલંકન બોલિંગ આક્રમણને વેરવિખેર કરી દીધું હતું. 116 બોલમાં પૂરી થયેલી તેની 202 રનની ઇનિંગ્સ પુરુષ વનડેમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી બની ગઈ. પ્રથમ દાવ પૂરો થયો ત્યારે લાગતું હતું કે ઇંગ્લેન્ડ એકતરફી જીત નોંધાવશે,પરંતુ રમતનો અસલી રોમાંચ હજી બાકી હતો.
શ્રીલંકાની જવાબી લડત: રત્નાયકે અને અવિષ્કાની ઇનિંગ્સ
430 રનના વિશાળ ટાર્ગેટ સામે શ્રીલંકાએ શરૂઆતમાં માત્ર 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અવિષ્કા ફર્નાન્ડો (97 રન) અને પવન રત્નાયકે (130 રન) એ બાજી સંભાળી હતી. બંને બેટ્સમેનો વચ્ચે ત્રીજી વિકેટ માટે થયેલી 166 રનની મહત્ત્વની ભાગીદારીએ શ્રીલંકાની આશાઓ જીવંત રાખી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલા દાસુન શનાકાએ આક્રમક અંદાજ અપનાવ્યો અને 8 છગ્ગાની મદદથી 86 રન બનાવી મેચનું પલડું બરાબરી પર લાવી દીધું હતું.
https://x.com/MFarhan1200/status/2113538039905484881?s=20
છેલ્લી ઓવરનો હાઇ-વોલ્ટેજ ડ્રામા
અંતિમ 6 ઓવરમાં શ્રીલંકાને જીત માટે 67રનની જરૂર હતી.દૂનિથ લિયાનાગેએ માત્ર 27બોલમાંઅંતિમ 6 ઓવરમાં શ્રીલંકાને જીત માટે 67 રનની જરૂર હતી.દૂનિથ લિયાનાગેએ માત્ર 27 બોલમાં અણનમ 61 રન ફટકારીને મુકાબલાને અત્યંત રોમાંચક વળાંક પર લાવી દીધો.છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી ત્યારે જોશ ટંગે સળંગ બે બોલમાં બે વિકેટ ઝડપીને હેટ્રિકનો માહોલ બનાવી દીધો હતો.જોકે,અસિથા ફર્નાન્ડોએ હેટ્રિક બચાવી અને સ્ટ્રાઇક લિયાનાગેને આપી.છેલ્લાં 2 બોલમાં 6 રનની દરકાર હતી ત્યારે લિયાનાગેએ લોંગ-ઓફ પરથી ગગનચુંબી છગ્ગો ફટકારીને શ્રીલંકાને 430 રન બનાવી 2 વિકેટે અવિશ્વસનીય વિજય અપાવ્યો.આ જીત વનડે ઇતિહાસની બીજી સૌથી મોટી સફળ રનચેઝ બની ગઈ છે.
"ટીમ ન જીતી તો 200 રનનો કોઈ અર્થ નથી": હેરી બ્રુક
હાર બાદ નિરાશ થયેલા હેરી બ્રુકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અંગત સિદ્ધિઓ ત્યારે જ મહત્વપૂર્ણ બને છે જ્યારે ટીમ વિજય મેળવે. 202 રન બનાવ્યા પછી પણ ટીમને જીત ન અપાવી શકવાનો અફસોસ રહેશે. અમારા બોલરો યોજના મુજબ બોલિંગ કરવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે શ્રીલંકા આટલો મોટો સ્કોર ચેઝ કરી શક્યું." સાથે જ તેણે શ્રીલંકાના સાહસિક પ્રદર્શનની પ્રશંસા પણ કરી હતી.
આ પણ વાંચો - Pat Cumminsનો મોટો સંકેત! હાર બાદ ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11માં ફેરફારની તૈયારી