ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની છેલ્લી મેચ 20 જૂન એટલે કે શનિવારે રમાશે, પરંતુ આ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત આ વનડે સિરીઝ પહેલાથી જ 2-0 થી જીતી ચૂક્યું છે. હર્ષિત રાણાને ટીમમાં સામેલ તો કરી લેવાયા છે, પરંતુ સવાલ એ છે કે શું તેમને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળશે.
રાણા બહાર થતાં સિરાજની ટીમમાં એન્ટ્રી
મુંબઈમાં સાઉથ આફ્રિકા સામે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે વોર્મ-અપ મેચ રમતી વખતે રાણાના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તેઓ આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા, જેને ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી હતી. મોહમ્મદ સિરાજને છેલ્લી ઘડીએ તેમના સ્થાને ટીમમાં સામેલ કરાયા હતા અને તેમણે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં ભાગ લીધો હતો જેમાં ભારતે યુએસએ (USA) ને 29 રનથી હરાવ્યું હતું અને સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી.

હર્ષિત રાણાની થઈ વનડે ટીમમાં એન્ટ્રી
રાણા IPL 2026 ની આખી સીઝન પણ રમી શક્યા નહોતા જેમાં તેમણે ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. ફ્રેન્ચાઇઝીએ ટૂર્નામેન્ટ માટે તેમના સ્થાને જમણા હાથના ફાસ્ટ બોલર નવદીપ સૈનીને ટીમમાં સામેલ કર્યો હતો. બીસીસીઆઈ (BCCI) એ શુક્રવારે સવારે એક નિવેદનમાં જણાવ્યું કે હર્ષિત રાણા જેમણે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાનું રિહેબિલિટેશન પૂરું કરી લીધું છે અને ચેન્નઈમાં વનડે ટીમ સાથે જોડાઈ ગયા છે.
અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે માટે અપડેટેડ ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, યશસ્વી જયસ્વાલ, હર્ષિત રાણા.
આ પણ વાંચો-Vaibhav Sooryavanshiને વનડેમાં મળશે વધુ એક તક, જાણો ક્યારે રમાશે ટ્રાય-સિરીઝની ફાઇનલ મેચ?