23 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થનારી ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા,શ્રીલંકા ક્રિકેટ એ તેની બેટિંગને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે.ગાલેમાં પહેલી ટેસ્ટમાં કારમી હાર બાદ,શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને 1996ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હર્ષન તિલકરત્નેને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.તિલકરત્નેએ 21 ઓગસ્ટથી શ્રીલંકા ક્રિકેટના નેશનલ હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં ખેલાડીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું.તેમનો કરાર 31 ડિસેમ્બર 2027 સુધી રહેશે.
હર્ષન તિલકરત્ને કોણ છે અને તેમની પાસે કેટલો કોચિંગનો અનુભવ છે?
59 વર્ષીય હર્ષન તિલકરત્ને શ્રીલંકા ક્રિકેટમાં એક અગ્રણી નામ છે, જેમને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે વ્યાપક કોચિંગનો અનુભવ છે. તેમણે શ્રીલંકા માટે 83 ટેસ્ટ અને 200 વનડે રમ્યા છે, જેમાં 8200 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તેઓ 1996ના વર્લ્ડ કપ વિજેતા શ્રીલંકન ટીમના મુખ્ય સભ્ય હતા. તેમણે 2018 થી 2020ના અંડર-19 વર્લ્ડ કપ સુધી શ્રીલંકા અંડર-19 ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી હતી.
https://x.com/SriLankaTweet/status/2090756171322061302?s=20
બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે પણ સેવા આપી
તેમણે ફ્રેન્ચાઇઝ ક્રિકેટનું પણ કોચિંગ કર્યું છે. તેઓ2020માં લંકા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં કેન્ડી ટસ્કર્સના મુખ્ય કોચ હતા. ત્યારબાદ, જૂન2021માં, તેમણે શ્રીલંકા મહિલા ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ટીમને2022 મહિલા એશિયા કપની ફાઇનલમાં લઈ ગયા. નવેમ્બર 2022માં, તેમણે બે વર્ષ માટે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી.
શ્રીલંકાને નવા બેટિંગ કોચની કેમ જરૂર પડી?
થિલિના કંદમ્બીએ રાજીનામું આપ્યા પછી, ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિક્રમ રાઠોરને 18 જાન્યુઆરીથી 10 માર્ચ સુધી કન્સલ્ટન્સી ધોરણે ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાઠોરના કરારની સમાપ્તિ અને આગામી મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણીને કારણે બોર્ડે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. શ્રીલંકાની ટીમ હવે આશા રાખશે કે તિલકરત્નેનો અનુભવ કોલંબો ટેસ્ટમાં બેટ્સમેનોની ભૂલો સુધારવા અને ભારત સામેની શ્રેણી 1-1 થી બરાબર કરવામાં મદદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો - Mitchell Starcએ બીજી ટેસ્ટમાં કર્યો કમાલ, માત્ર 22 બોલમાં પાંચ વિકેટ લીધી