હોંગકોંગ સિક્સેસ 2026 ટૂર્નામેન્ટ માટે અફઘાનિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઓલરાઉન્ડર ગુલબદીન નાયબને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમ આક્રમક રમતના આધારે અન્ય ટીમોને પડકાર આપવાનો પ્રયાસ કરશે. હોંગકોંગ સિક્સેસ 2026નું આયોજન 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન હોંગકોંગના ટિન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની 7 સભ્યોની ટીમનું નેતૃત્વ ગુલબદીન નાયબ કરશે. ટીમમાં ફરમાનુલ્લાહ સફી, ઇમરાન મીર, અબ્દુલ રહેમાન અને કરીમ જનત જેવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાન ગ્રુપ-Dમાં, દક્ષિણ આફ્રિકા સામે થશે મુકાબલો
હોંગકોંગ સિક્સેસ 2026માં અફઘાનિસ્તાનને ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે.આ ગ્રુપમાં તેની સાથે દક્ષિણ આફ્રિકા અને ઓમાનની ટીમો પણ છે.અફઘાનિસ્તાનની ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ધરાવતા ખેલાડીઓની સાથે આક્રમક બેટિંગ કરી શકે તેવા ક્રિકેટરો પણ સામેલ છે.ગુલબદીન નાયબની આગેવાનીમાં ટીમ ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કરવા ઉતરશે.ટીમ માટે ગ્રુપ તબક્કાની મેચો મહત્ત્વપૂર્ણ રહેશે.આક્રમક બેટિંગ,ઝડપી રન અને અસરકારક બોલિંગના આધારે અફઘાનિસ્તાન આગળ વધવાનો પ્રયાસ કરશે.
https://x.com/CricketHK/status/2112065174182171071?s=20
6 ઓવરની મેચમાં ચોગ્ગા-છગ્ગાનો રોમાંચ
હોંગકોંગ સિક્સેસનું ફોર્મેટ પરંપરાગત ક્રિકેટથી અલગ છે.આ ટૂર્નામેન્ટમાં એક ટીમના 6 ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે અને દરેક ઇનિંગમાં 6 ઓવર રમાય છે.ઓછા સમયમાં વધુ રન બનાવવાના કારણે આ ફોર્મેટમાં આક્રમક બેટિંગનું વિશેષ મહત્ત્વ હોય છે.ગુલબદીન નાયબની આગેવાનીમાં અફઘાનિસ્તાન પોતાની આક્રમક રમતથી ચાહકોનું મનોરંજન કરવા માગશે. ટૂર્નામેન્ટમાં વિવિધ દેશોની ટીમો ભાગ લેશે, જેના કારણે સ્પર્ધા અને રોમાંચ વધવાની અપેક્ષા છે.અફઘાનિસ્તાન પહેલાં ભારત અને પાકિસ્તાન સહિત કેટલીક ટીમોએ પણ પોતાની ટીમ જાહેર કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ભારતમાં ક્યાં જોઈ શકાશે હોંગકોંગ સિક્સેસ 2026?
ક્રિકેટ હોંગકોંગ,ચીનના કોમર્શિયલ અને માર્કેટિંગ ડિરેક્ટર અનુરાગ ભટનાગરે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાતને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની ટીમે સતત આક્રમક રમત અને સ્પર્ધાત્મક ભાવના દર્શાવી છે. ટૂર્નામેન્ટમાં તેની ભાગીદારીથી ચાહકોને વધુ રોમાંચક ક્રિકેટ જોવા મળશે તેવી અપેક્ષા છે.ભારતમાં હોંગકોંગ સિક્સેસ 2026ની મેચોનું સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે, જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ પર ઉપલબ્ધ રહેશે.
હોંગકોંગ સિક્સેસ 2026 માટે અફઘાનિસ્તાનની સંપૂર્ણ ટીમ
ગુલબદીન નાયબ (કેપ્ટન),ફરમાનુલ્લાહ સફી. ઇમરાન મીર. અબ્દુલ રહેમાન,કરીમ જનત,નાંગેયાલિયા ખારોટે,સદીકુલ્લાહ પાચા
આ પણ વાંચો - Abhishek Sharmaના ફોર્મ પર આકાશ ચોપરાનું મોટું નિવેદન: 'આ રીતે રમશે તો ટીમમાંથી...!