ICC Cricket World Cup 2027: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબરે વિન્ડહોકમાં ત્રણ ટીમોની સુપર સિરીઝથી થશે. આ સુપર સિરીઝ દ્વારા ગ્રુપ સ્ટેજની છેલ્લી ટીમ નક્કી થશે. ટૂર્નામેન્ટમાં બાકીની 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ સ્ટેજના મુકાબલા 7 ઓક્ટોબરથી કેપ ટાઉનમાં શરૂ થશે. શરૂઆતની મેચમાં 2023ના ફાઈનલ જેવી ટક્કર જોવા મળશે. વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો ભારત સામે થશે.

દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની શરૂઆત

કો-હોસ્ટ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે પોતાના અભિયાનની શરૂઆત અનુક્રમે 9 ઓક્ટોબર અને 11 ઓક્ટોબરે કરશે. દક્ષિણ આફ્રિકાનો મુકાબલો કેપ ટાઉનમાં ન્યૂઝીલેન્ડ સામે થશે, જ્યારે ઝિમ્બાબ્વેની ટક્કર બુલાવાયોમાં અફઘાનિસ્તાન સામે થશે. વર્લ્ડ કપમાં રમનારી 14 ટીમોમાંથી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન તરીકે સીધી એન્ટ્રી મળી છે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર 2026ની કટ-ઓફ તારીખ સુધી ICC મેન્સ ODI ટીમ રેન્કિંગમાં ટોપ-8માં રહેનારી ટીમો પણ સીધી ક્વોલિફાય થશે.

બાકીની ચાર ટીમોનું ક્વોલિફિકેશન

બાકીની ચાર જગ્યાનો નિર્ણય ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયરથી થશે. ક્વોલિફાયર ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ સીધી ગ્રુપ સ્ટેજમાં પહોંચશે. બાકીની ત્રણ ટીમો ગ્રુપ સ્ટેજમાં સ્થાન મેળવવા માટે સુપર સિરીઝમાં રમશે. દરેક ગ્રુપની ટોપ-3 ટીમો સુપર-7 ફેઝમાં પ્રવેશ કરશે. બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી જે ટીમનું પ્રદર્શન વધુ સારું હશે, તેને સાતમું સ્થાન મળશે.

  • ભારતની મેચો

7 ઓક્ટોબર: ભારત vs ઓસ્ટ્રેલિયા

10 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન

14 ઓક્ટોબર: ભારત vs અફઘાનિસ્તાન

17 ઓક્ટોબર: ભારત vs ક્વોલિફાયર A

24 ઓક્ટોબર: ભારત vs ઝિમ્બાબ્વે

  • પાકિસ્તાનની મેચો

8 ઓક્ટોબર: પાકિસ્તાન vs અફઘાનિસ્તાન

10 ઓક્ટોબર: પાકિસ્તાન vs ભારત

15 ઓક્ટોબર: પાકિસ્તાન vs ક્વોલિફાયર A

19 ઓક્ટોબર: પાકિસ્તાન vs ઝિમ્બાબ્વે

22 ઓક્ટોબર: પાકિસ્તાન vs ઓસ્ટ્રેલિયા

10 ઓક્ટોબરે મહામુકાબલો

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર 10 ઓક્ટોબર 2027ના રોજ જોહાનિસબર્ગમાં રમાશે.

 નૉકઆઉટ મુકાબલા

સેમિફાઈનલ અને ફાઈનલ

સેમિફાઈનલ 1: 17 નવેમ્બર

સેમિફાઈનલ 2: 18 નવેમ્બર

ફાઈનલ: 21 નવેમ્બર

ગ્રુપ સ્ટેજ બાદ શું થશે?

બંને ગ્રુપમાંથી ટોપ ટીમો આગામી સ્ટેજમાં પહોંચશે. ત્યારબાદ સુપર-6/બીજા સ્ટેજના મુકાબલા રમાશે. અંતે ટોપ-4 ટીમો સેમિફાઈનલમાં સ્થાન મેળવશે.

આ પણ વાંચો: ODI વર્લ્ડ કપ 2027નું ICC આજે જાહેર કરશે સંપૂર્ણ શેડ્યૂલ, ક્રિકેટ ચાહકોની ભારત-પાકિસ્તાન મેચ પર નજર