INDIA A- 317-8(50)

SL A     - 318/2(41.3)

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારત-Aનું ફાઇનલમાં પહોંચવાનું સપનું અધૂરું રહી ગયું છે. દોહામાં રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં 317 રનનો મોટો સ્કોર બનાવવા છતાં ભારતીય ટીમ શ્રીલંકા-Aના બેટર્સને રોકી શકી નહોતી. શ્રીલંકાના ઓપનર લસિથ ક્રૂસપુલ્લે અને સિનેથ જયવર્ધનેએ સદી ફટકારીને મેચનું ચિત્ર જ બદલી નાખ્યું હતું. બંને વચ્ચેની મોટી ભાગીદારીને કારણે ભારત-Aના બોલરો વિકેટ માટે ઝઝૂમતા રહ્યા હતા. આખરે શ્રીલંકા-Aએ 9.3 ઓવર બાકી રહેતાં આઠ વિકેટે જીત મેળવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.


ભારત-એની પ્લેઇંગ ઇલેવન

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા, કુમાર કુશાગ્ર, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, તનુષ કોટિયન, હર્ષ દુબે, હર્ષિત રાણા અને અર્શદ ખાન.


શ્રીલંકા-એની પ્લેઇંગ ઇલેવન

લસિથ ક્રૂસ્પુલ્લે, સિનેથ જયવર્ધને, નિશાન મધુશંકા, પવન રત્નાયકે, નિપુન ધનંજય, જનિથ લિયાને, વનુજા સહાન, વિજયકાંત વિયાસકાંત, રવિન્દુ ફર્નાન્ડો, લહિરુ સમરકૂન અને ગરુકા સંકેત.