ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી વનડે મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી છે. પરંતુ મેચ શરૂ થાય તે પહેલાં જ વરસાદ આવી ગયો છે. ભારે વરસાદને કારણે, ટોસ પણ નિર્ધારિત સમયે થઈ શક્યો નથી. મેદાન પરની પીચ અને આઉટફિલ્ડ સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. બંને ટીમોના ખેલાડીઓ ઉત્સુકતાથી આકાશ તરફ જોઈ રહ્યા છે. હવે બધાની નજર એક જ વાત પર છે કે વરસાદ ક્યારે બંધ થશે અને ખેલાડીઓ ક્યારે મેદાનમાં ઉતરશે?
ધર્મશાલામાં વરસાદની 80% શક્યતા
‘AccuWeather’ ના રિપોર્ટ મુજબ, ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. આજે મેચના દિવસે ધર્મશાળામાં વરસાદની 80% શક્યતા છે. બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન વરસાદ તેની ટોચ પર રહેશે. રાત્રે 8 વાગ્યાની આસપાસ ફરી હળવો વરસાદ પડવાની શક્યતા છે.
શું ઓવરો ઘટાડવામાં આવશે કે મેચ રદ કરવામાં આવશે?
જો વરસાદ આ રીતે ચાલુ રહેશે, તો ડકવર્થ-લુઇસ (DLS) નિયમ મુજબ મેચની ઓવરો ઘટાડી શકાય છે. ચાહકો 50 ઓવરને બદલે 20 કે 25 ઓવરની મર્યાદિત મેચ જોઈ શકે છે. જોકે જો વરસાદ બંધ ન થાય અને મેદાન રમવા યોગ્ય ન રહે તો અમ્પાયર અને મેચ રેફરી મેચ રદ કરવાનો મોટો નિર્ણય લઈ શકે છે.
હિટમેનની એન્ટ્રી માટે ચાહકો ઉત્સુક
હિટમેન રોહિત શર્મા આ ODI સિરીઝમાં ફરી એકવાર ભારતીય જર્સીમાં મેદાનમાં ઉતરશે. તેથી ચાહકોમાં ઉત્સાહ છે. રોહિતની ધમાકેદાર બેટિંગ ઉપરાંત બધાની નજર કેપ્ટન શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલના પ્રદર્શન પર રહેશે. આક્રમક બોલર અર્શદીપ સિંહ અફઘાન બેટ્સમેનોને કેવી રીતે રોકે છે તે જોવું પણ રસપ્રદ રહેશે.
ભારતની સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા, શુભમન ગિલ (કપ્તાન), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ / ગુરનૂર સિંહ બ્રાર.
આ પણ વાંચો- Womens T20 World Cup: પ્રથમ પહેલા સ્કોટલેન્ડને મોટો ઝટકો,આ સ્ટાર ખેલાડી થઈ બહાર