ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરિઝની બીજી મેચ આજે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.ટીમ ઈન્ડિયા ધર્મશાલામાં પહેલી મેચ જીતીને સીરિઝમાં આગળ વધી ચૂકી છે.તેથી શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હવે લખનૌમાં જીત મેળવવા અને સીરિઝ પર કબજો કરવાનો પ્રયાસ કરશે.મેચ પહેલા ચાલો એકાના સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના ODI રેકોર્ડ જાણીએ.


ટીમ ઈન્ડિયાની નજર સીરિઝ પર

શુબમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને સીરિઝ પર કબજો કરવાની સુવર્ણ તક છે.જોકે લખનૌનું એકાના સ્ટેડિયમ મેચ પહેલા ચર્ચાનો વિષય રહ્યું છે,પરંતુ તેની કેટલીક ખાસ યાદો છે.પ્રથમ ODIમાંરહેમાનુલ્લાહ ગુરબાઝની વિસ્ફોટક સદીને કારણે અફઘાનિસ્તાને મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.વરસાદથી પ્રભાવિત મેચમાં, ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રતિક્રિયા આપી અને સાત વિકેટથી જીત મેળવી. કેપ્ટન શુભમન ગિલે અડધી સદી ફટકારીને વિજય પર મહોર મારી. હવે,બીજી મેચમાં, રોહિત શર્મા, ઇશાન કિશન, શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ જેવા બેટ્સમેન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે.

એકાના સ્ટેડિયમનો રેકોર્ડ

જો આપણે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે ભારતના ODI રેકોર્ડની વાત કરીએ, તો ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી બે મેચ રમી છે. તેઓ આમાંથી એક મેચ જીતી છે અને એક હારી છે. આ મેદાન પર ભારતનો સૌથી વધુ સ્કોર 240/8 છે, જે તેમણે ઓક્ટોબર 2022 માં દક્ષિણ આફ્રિકા સામેની 40 ઓવરની મેચમાં બનાવ્યો હતો. સૌથી ઓછો સ્કોર 229/9 હતો, જે તેમણે 2023 ના ODI વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.

રોહિત શર્મામાં પાસે મોટી તક

રસપ્રદ વાત એ છે કે, આ જ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને યાદગાર વિજય મેળવ્યો હતો. તે મેચમાં, રોહિત શર્માએ 101 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જે હજુ પણ એકાના સ્ટેડિયમ ખાતે ભારતીય બેટ્સમેન દ્વારા કરવામાં આવેલ સૌથી વધુ ODI સ્કોર છે. રોહિત આ મેદાન પર સૌથી વધુ રન અને શ્રેષ્ઠ બેટિંગ સરેરાશનો રેકોર્ડ પણ ધરાવે છે. રોહિત શર્મા, શ્રેયસ ઐયર અને સંજુ સેમસન એ એકાના સ્ટેડિયમમાં અડધી સદી ફટકારી છે. મોહમ્મદ શમીનું બોલિંગ પ્રદર્શન સૌથી પ્રભાવશાળી રહ્યું છે. આ અનુભવી ઝડપી બોલરે ઇંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં સાત ઓવરમાં માત્ર 22 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ મેદાન પર કોઈ ભારતીય બોલર દ્વારા લેવાયેલ આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ શમીના નામે છે.

આ પણ વાંચો - IND A vs AFG : દામ્બુલામાં ભારત A અને અફઘાનિસ્તાન A ટીમ વચ્ચે આજે ટકરાશે


  • Follow us on: