ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ આજે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક)ખાતે રમાશે.મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે,જેમાં ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.ભારતીય ટીમે બંને શરૂઆતની મેચ જીતીને સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે.હવે કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનને 3-0થી વ્હાઇટવોશ કરવાનું લક્ષ્ય રાખશે.બીજી તરફ,મુલાકાતી ટીમ ભારત સામે તેની પ્રથમ ODI જીત માટે પ્રયત્નશીલ રહેશે.
ચેન્નાઈની પિચ કોને કરશે મદદ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ ચેપૌક સ્ટેડિયમની પીચ નંબર 4 પર રમાશે, જે લાલ માટીથી બનેલી છે. આ પ્રકારની પિચ સામાન્ય રીતે સારી ઉછાળ આપે છે, જેનાથી બોલ બેટ પર આવે છે અને બેટ્સમેનોને રન બનાવવાનું સરળ બને છે. જોકે બે દિવસ પહેલા ચેન્નાઈમાં વરસાદ પડ્યો હતો, પરંતુ હવે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે. આજે મેચ તડકા અને ભેજવાળી રહેવાની અપેક્ષા છે, જે ખરેખર ખેલાડીઓની ફિટનેસની કસોટી કરશે.
ચેપોક સ્ટેડિયમ ખાતે ODIના આંકડા
ચેપોક સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં કુલ 28 ODI મેચ રમાઈ છે. આમાંથી, પહેલા બેટિંગ કરનારી ટીમ 15 જીતી છે, જ્યારે પીછો કરનારી ટીમ 12 માં સફળ રહી છે. આ મેદાન પર ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે ટોસ જીતનાર ટીમે 17 મેચ જીતી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 337/7 છે, અને સૌથી ઓછો સ્કોર 69 છે. હવે જોવાનું બાકી છે કે આ મેચમાં ટીમો કેવું પ્રદર્શન કરે છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર
વનડે ઇતિહાસમાં, ભારત અને અફઘાનિસ્તાન કુલ છ વખત એકબીજા સામે ટકરાયા છે. આમાંથી પાંચ મેચમાં, ભારતીય ટીમે 5 જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે બંને ટીમો વચ્ચેની એક મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી. અફઘાનિસ્તાન હજુ પણ ભારત સામે તેની પ્રથમ ODI જીતની રાહ જોઈ રહ્યું છે.
ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસીદ કૃષ્ણ, પ્રિન્સ યાદવ, ગુરનુર બ્રાર, હર્ષ દુબે, યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા.
અફઘાનિસ્તાન ટીમઃ હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, દરવેશ રસૂલી, રહેમત શાહ, ઈકરામ અલીખિલ, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને રાશિદ ખાન.
આ પણ વાંચો - Major League Cricket : અશ્વિનની ટીમ સામે ફ્લેચર-મુનરોની ધમાકેદાર બેટિંગ, 36 બોલમાં કર્યો કમાલ