ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની બીજી મેચ આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે.સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.જોકે ભારતીય બેટ્સમેનોએ તે મેચમાં પોતાની તાકાત બતાવી હતી.આયર્લેન્ડ પ્રવાસમાં નિષ્ફળ રહેલી ટીમ ઇન્ડિયાની બેટિંગ યુનિટે ઇંગ્લેન્ડ સામે 189 રન બનાવ્યા હતા,જેમાં અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ ઐયરની અડધી સદીનો સમાવેશ થાય છે.શિવમ દુબેએ પણ 21 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી.ભારતીય ઇનિંગ સમાપ્ત થયા પછી વરસાદ એટલો જોરદાર હતો કે મેચ ફરી શરૂ થઈ શકી નહીં.આજે માન્ચેસ્ટરમાં પણ વરસાદની અપેક્ષા છે મેચ પૂર્ણ થશે કે નહીં તે જોવાનું બાકી છે.
પિચ રિપોર્ટ
ઓલ્ડ ટ્રેફોર્ડની પિચો સામાન્ય રીતે સ્પિનરો અને સીમર બંને માટે મદદરૂપ રહી છે, કારણ કે ઉછાળો બંનેને ફાયદો કરાવે છે,પરંતુ બેટિંગ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે, જેમ કે ઇંગ્લેન્ડે ગયા વર્ષે 2 વિકેટે 304 રન બનાવ્યા હતામહિલા T20 વર્લ્ડ કપ તાજેતરમાં અહીં યોજાયો હતો, છતાં પીચ હજુ પણ નવી છે અને તેના પર થોડું ઘાસ બાકી છે. ટોસ જીતનાર ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કરી શકે છે.
