ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ ની ત્રીજી અને અંતિમ મેચ આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે શાનદાર સદી ફટકારી. તે 141 રન બનાવીને આઉટ થયો. બેથેલે 91 રનની ઇનિંગ રમી. જો રૂટ 74 રન બનાવીને અણનમ રહ્યો. ટીમ ઇન્ડિયાને હવે આ મેચ જીતવા માટે 388 રન બનાવવા પડશે.
ભારતીય બોલરોની હાલત ખરાબ
આ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટ અને જેકબ બેથેલની જોડીએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ખાસ વાત એ છે કે ઈંગ્લેન્ડને આ સિરીઝમાંથી આ નવી ઓપનિંગ જોડી મળી છે અને આ જોડીએ પહેલી જ સિરીઝમાં અજાયબીઓ કરી છે. આ સદીની ભાગીદારીના આધારે ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં ભારતીય ટીમ સામે 36 વર્ષનો મોટો દુષ્કાળ ખતમ કર્યો છે.
https://x.com/BCCI/status/2078843264300671188?s=20
ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ રચ્યો ઇતિહાસ
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 36 વર્ષની લાંબી રાહ જોયા બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત વિરુદ્ધ સદીની ભાગીદારી નોંધાવી હોય. જો આપણે લોર્ડ્સમાં ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો 2010 પછી આ પહેલો પ્રસંગ છે જ્યારે ઈંગ્લેન્ડના પ્રથમ બે બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 100થી વધુ રન જોડ્યા હોય. અગાઉ સપ્ટેમ્બર 2010માં એન્ડ્રુ સ્ટ્રોસ અને સ્ટીવન ડેવિસની ઓપનિંગ જોડીએ પાકિસ્તાન સામે 113 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારપછી આ મેદાન પર કોઈ પણ ઈંગ્લિશ ઓપનિંગ જોડી પ્રથમ વિકેટ માટે સદીના આંકને સ્પર્શી શકી ન હતી, જેને આજે ડકેટ અને બેથેલની જોડીએ સાચી પાડી છે.
ઓડીઆઈમાં ઈંગ્લેન્ડનો લાંબો દુષ્કાળ પણ ખતમ થઈ ગયો
એટલું જ નહીં, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે આ ઓપનિંગ સેન્ચુરી પાર્ટનરશિપ લાંબા સમય બાદ થઈ છે. 2023 ODI વર્લ્ડ કપમાં, જોની બેરસ્ટો અને ડેવિડ મલને ધર્મશાલા ખાતે બાંગ્લાદેશ સામે પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. તે મેચ પછી, ODI ક્રિકેટમાં પ્રથમ વખત, ઈંગ્લેન્ડની ટીમ કોઈ પણ મેદાન પર 100 થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરવામાં સફળ રહી છે.
આ પણ વાંચો - IND vs ENG : ભારતીય બોલરોની ખરાબ હાલત, ઈંગ્લેન્ડે 36 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો!