ક્રિકેટ જગતમાં જ્યારે ક્લાસ અને સાતત્યની વાત આવે છે, ત્યારે ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટનું નામ હંમેશા ધ્યાનમાં આવે છે. ભારત સામેની તાજેતરની ODI સીરિઝમાં, રૂટે એક એવી સિદ્ધિ હાંસલ કરી જે ODI ક્રિકેટમાં કોઈ અન્ય બેટ્સમેન ક્યારેય મેળવી શક્યો નથી. સમગ્ર સીરિઝ  દરમિયાન, ભારતીય બોલરોએ દરેક રણનીતિનો ઉપયોગ કર્યો, પરંતુ જો રૂટને એક પણ વાર આઉટ કરવામાં નિષ્ફળ ગયા.

જો રૂટે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર સીરિઝની અંતિમ ODIમાં, જો રૂટે ફક્ત 48 બોલમાં અણનમ 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ આખી શ્રેણી જો રૂટની હતી. આ અંતિમ મેચ પહેલા, તેણે શ્રેણીની શરૂઆતની મેચમાં અણનમ 76 અને બીજી મેચમાં અણનમ 99 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્રણ મેચની આખી સીરિઝ માં, રૂટે કુલ 257 બોલનો સામનો કર્યો અને આઉટ થયા વિના 249 રન બનાવ્યા. આ સાથે, તેણે ODI શ્રેણીમાં આઉટ થયા વિના સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઇંગ્લેન્ડના જોસ બટલરના 248 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ઇતિહાસમાં બીજો રેકોર્ડ

જો રૂટ ફક્ત આ સીરિઝમાં જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ODI ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. પોતાના અપ્રતિમ ફોર્મ સાથે, તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ઇતિહાસમાં બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે સતત છ ODI ઇનિંગ્સમાં ૫૦ કે તેથી વધુ રન બનાવનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. વધુમાં, તે છેલ્લી ચાર ઇનિંગ્સમાં અણનમ રહ્યો છે.

એક ODI સીરિઝમાં આઉટ થયા વિના સૌથી વધુ રન

249 રન - જો રૂટ (વિરુદ્ધ ભારત, 2026)

248 રન - જોસ બટલર (વિરુદ્ધ નેધરલેન્ડ, 2022)

241 રન - રિકી પોન્ટિંગ (વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2007)

234 રન - જાવેદ મિયાંદાદ (વિરુદ્ધ ભારત, 1982)

212 રન - એમએસ ધોની (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2011)

જો રૂટની છેલ્લી 6 ODI ઇનિંગ્સ

  • 61 રન (90 બોલ)
  • 75 રન (90 બોલ)
  • 111* રન (108 બોલ)
  • 76* રન (76 બોલ)
  • 99* રન (133 બોલ)
  • 74* રન (39 બોલ)

આ પણ વાંચો - Ben Duckettએ ફટકારી 19 બાઉન્ડ્રી, લોર્ડ્સમાં 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ