શ્રીલંકાએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેમને બિનઅનુભવી ભારતીય ટીમ સામે ઘરેલુ ટેસ્ટ સીરિઝ ડ્રો કરવા માટે સંઘર્ષ કરવો પડશે.પરંતુ પરિસ્થિતિ એવી છે કે પહેલી મેચ હાર્યા બાદ તેમને હવે અંતિમ ટેસ્ટ જીતવી પડશે.ટીમ ઇજાઓથી પણ ઝઝૂમી રહી છે જેના કારણે કોલંબો ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.થોડા અઠવાડિયા પહેલા જ ભારતીય બોલરો સામે ઘણા રન બનાવનાર બેટ્સમેનને શ્રીલંકાની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.તેનું નામ સહાન અરાચિગે છે,જે વિરાટ કોહલીની જેમ 18 નંબરની જર્સી પહેરે છે.
શ્રીલંકાની ટીમમાં અરાચિગને મળી તક
શ્રીલંકા ક્રિકેટે 23 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થનારી બીજી ટેસ્ટ માટે ટીમમાં બે ખેલાડીઓનો સમાવેશ કર્યો છે: સહાન અરાચિગે અને કામિલ મિશારા. બંનેમાંથી કોઈએ હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ બંનેને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં નોંધપાત્ર અનુભવ છે. ખાસ કરીને અરાચિગેએ ઘરેલુ ક્રિકેટ અને શ્રીલંકા A ટીમ બંને માટે અસંખ્ય મેચ રમી છે. પરંતુ અરાચિગે કોણ છે, અને તેની કારકિર્દી કેવી રહી છે?
