ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની રોમાંચક T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો અંત ભારે ડ્રામા અને નિરાશા સાથે થયો છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે. આ સાથે જ ભારતીય ટીમ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ જીતવાની સુવર્ણ તક ગુમાવી બેઠી છે અને શ્રેણી 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ છે. આ મેચ ધોવાઈ જતાં ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક એવો અનોખો અને અનલકી સંયોગ બીજી વખત બન્યો છે, જે જાણીને ફેન્સ પણ ચોંકી જશે.

બેંગલુરુના મેદાન પર બીજી વખત બન્યો આવો કમનસીબ સંયોગ

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરથી જ વાદળછાયું વાતાવરણ હતું અને સાંજ પડતાની સાથે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી. લાંબી રાહ જોયા બાદ અમ્પાયરોએ ઓવરો ઘટાડીને 9-9 ઓવરની મેચ રમાડવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને 7.4 ઓવરની રમત રમાઈ ચૂકી હતી, ત્યાં જ ફરીથી મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. મેદાન પર પાણી ભરાઈ જવાના કારણે આખરે મેચને અધવચ્ચે જ રદ જાહેર કરવી પડી હતી.આ પરિણામ સાથે જ ભારતીય ક્રિકેટ ફેન્સને 2022ની યાદ તાજી થઈ ગઈ હતી. વર્ષ 2022માં પણ દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20 શ્રેણીની ફાઇનલ અને નિર્ણાયક મેચ બેંગલુરુના આ જ મેદાન પર રમાવાની હતી. તે સમયે ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણી 2-2થી બરાબર હતી. ત્યારે પણ પાંચમી મેચ વરસાદના કારણે રદ થઈ હતી અને ટ્રોફી શેર કરવી પડી હતી. હવે બરાબર એ જ વાર્તા વેસ્ટ ઈન્ડિઝ સામે પણ દોહરાવાઈ છે.

શ્રેણીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જોરદાર ટક્કર

આખી શ્રેણી દરમિયાન બંને ટીમોએ શાનદાર રમત બતાવી હતી.પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 171 રનમાં રોકી દીધું હતું અને 8 વિકેટે જીત મેળવી હતી.બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. ભારતીય ટીમે મોટો સ્કોર બનાવ્યો હોવા છતાં કેરેબિયન બેટ્સમેનોએ 251 રનનો લક્ષ્યાંક 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.ત્રીજી મેચમાં ભારતીય ટીમે ફરી શાનદાર વાપસી કરી હતી. ભારતે 223 રનના સ્કોરનો બચાવ કરીને 14 રનથી જીત મેળવી હતી.આ જીત સાથે ભારતે શ્રેણીમાં સરસાઈ મેળવી હતી.પરંતુ ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી પોતાની તાકાત બતાવી હતી.હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 247 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો અને ભારતને 24 રનથી હરાવ્યું હતું.પરિણામે શ્રેણી 2-2ની બરાબરી પર આવી ગઈ હતી.

હવે ભારતીય ટીમની નજર આગામી પડકાર પર

પાંચમી મેચ રદ થતાં બંને ટીમોને શ્રેણી જીતવાની તક મળી નહીં. ભારતીય ટીમ માટે આ પરિણામ નિરાશાજનક રહ્યું, કારણ કે ઘરઆંગણે શ્રેણી જીતવાની તક હાથમાંથી નીકળી ગઈ હતી.જોકે, સમગ્ર શ્રેણીમાં બંને ટીમોએ બેટિંગમાં આક્રમક રમત બતાવી હતી. હવે ભારતીય ટીમ આગામી શ્રેણીઓમાં પોતાની ભૂલો સુધારીને વધુ સારા પ્રદર્શન સાથે મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ માટે પણ ભારત સામે શ્રેણી બરાબર રાખવી એક મહત્ત્વની સિદ્ધિ બની છે.

આ પણ વાંચો - IPL 2027: આ તારીખે ખેલાડીઓ પર લાગશે બોલી, રિટેન અને રિલીઝ ખેલાડીઓ પર નજ