ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુહાટીમાં રમાયેલી બીજી ODIમાં નમન ધીરે લીધેલા શાનદાર કેચને લઈને થોડા સમય માટે સસ્પેન્સ સર્જાયું હતું. વેસ્ટ ઈન્ડિઝના બેટર કેસી કાર્ટીના કેચ અંગે મેદાની અમ્પાયરો સંપૂર્ણપણે નિશ્ચિત નહોતા.તેથી નિર્ણય માટે થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી.આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સની 6મી ઓવરમાં બની હતી. ભારતીય ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ કેસી કાર્ટીને ગુડ લેન્થ બોલ નાખ્યો હતો. બોલ પિચ પરથી થોડો ધીમો આવ્યો અને કાર્ટીએ ઝડપથી ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો.બેટના બહારના કિનારે બોલ વાગ્યો અને તે કવર-પોઇન્ટ તરફ હવામાં ગયો. જોકે, બોલ વધારે દૂર ગયો નહોતો.
નમન ધીરે લગાવી શાનદાર ડાઇવ
કવર-પોઇન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા નમન ધીરે બોલને પોતાની ડાબી તરફ જતો જોયો. તેણે તરત જ દોડ લગાવી અને આગળની તરફ ફુલ-સ્ટ્રેચ ડાઇવ કરીને બંને હાથથી કેચ પકડી લીધો.નમનનો પ્રયાસ જોઈને ભારતીય ખેલાડીઓએ વિકેટની ઉજવણી શરૂ કરી હતી. જોકે, મેદાની અમ્પાયરોને શંકા હતી કે કેચ લેતી વખતે બોલ જમીનને અડ્યો હતો કે નહીં.આ કારણે અમ્પાયરોએ તરત જ નિર્ણય લેવાને બદલે મામલો થર્ડ અમ્પાયર પાસે મોકલ્યો
https://x.com/BCCI/status/2105222232729669755?s=20
રિપ્લેમાં શું જોવા મળ્યું?
થર્ડ અમ્પાયરે અલગ-અલગ કેમેરા એંગલથી કેચની તપાસ કરી. રિપ્લેમાં જોવા મળ્યું કે નમન ધીરની આંગળીઓ બોલની નીચે હતી અને બોલ જમીનને અડ્યા પહેલાં જ તેણે તેને કાબૂમાં લઈ લીધો હતો.આ તપાસ બાદ થર્ડ અમ્પાયર સેમ નોગાજ્સ્કીએ કેચને ક્લીન જાહેર કર્યો.જોકે,સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે અલગ-અલગ ફૂટેજના આધારે કેચ અંગે સવાલો ઉઠાવ્યા હતા.પરંતુ થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ મેદાન પર નિર્ણય સ્પષ્ટ રહ્યો અને કેસી કાર્ટીને પોતાની ઇનિંગ પૂરી કરીને પેવેલિયન પરત ફરવું પડ્યું.
9 રન બનાવીને આઉટ થયો કાર્ટી
કેસી કાર્ટીએ માત્ર 10 બોલમાં 9 રન બનાવ્યા હતા.તેની ઇનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા.બેટિંગ દરમિયાન કાર્ટીનો નીચેનો હાથ બેટ પરથી છૂટી ગયો હતો, જેના કારણે શોટ પર તેનું સંપૂર્ણ નિયંત્રણ રહ્યું નહોતું.બોલ બેટની બહારની કિનારી સાથે લાગ્યો અને નમન ધીરે પોતાની શાનદાર ફિલ્ડિંગથી તકને વિકેટમાં ફેરવી દીધી.આ રીતે પ્રસિદ્ધ કૃષ્ણાને વિકેટ મળી અને નમન ધીરનો શાનદાર કેચ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થયો.થોડા સમય માટે અમ્પાયરના નિર્ણયને લઈને સસ્પેન્સ સર્જાયું હતું,પરંતુ થર્ડ અમ્પાયરની તપાસ બાદ કેચને ક્લીન જાહેર કરવામાં આવ્યો.
આ પણ વાંચો - Asian Games Cricket: ફાઈનલ અને ભારત વચ્ચે વરસાદનું વિઘ્ન, જો મેચ ધોવાશે તો શું થશે?