વેસ્ટ ઈન્ડીઝ સામેની 5 મેચની T20I શ્રેણી ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરમાટે મોટી તક લઈને આવી છે. અય્યર પોતાની કેપ્ટનશિપમાં એવું કારનામું કરી શકે છે, જે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ કરી શક્યા નથી.હાલ શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ભારત સતત 9 T20I મેચ જીતી ચૂક્યું છે. હવે વેસ્ટ ઈન્ડીઝ સામેની 5 મેચની શ્રેણીમાં ભારતીય ટીમ જો ક્લીન સ્વીપ કરે છે, તો અય્યર સતત 14 T20I જીત સાથે રોહિત શર્માની બરોબરી કરી શકે છે.

રોહિત શર્માના નામે છે ખાસ રેકોર્ડ

ભારત માટે T20Iમાં સતત સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન તરીકે રોહિત શર્માનું નામ આવે છે. રોહિતે પોતાની કેપ્ટનશિપમાં ભારતને સતત 14 T20I મેચમાં જીત અપાવી હતી.2019થી 2022 દરમિયાન રોહિતની કેપ્ટનશિપમાં ભારતે સતત 14 T20I મેચ જીતી હતી. ત્યારબાદ 2024માં પણ તેમણે સતત 11 T20I મેચમાં ભારતને જીત અપાવી હતી.આ રીતે રોહિત શર્મા એવા પ્રથમ ભારતીય કેપ્ટન છે, જેમણે પોતાની T20I કેપ્ટનશિપમાં બે વખત સતત 10 કે તેથી વધુ મેચમાં ટીમને જીત અપાવી છે.

https://x.com/Vikas662005/status/2107303079024685360?s=20


વિરાટ અને સૂર્યકુમાર 9-9 જીત પર અટક્યા

વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો બંને કેપ્ટન પોતાની ટીમને સતત 9 T20I મેચમાં જીત અપાવી ચૂક્યા છે.વિરાટ કોહલીએ 2019-20 દરમિયાન સતત 9 T20I મેચ જીતાડી હતી. બીજી તરફ સૂર્યકુમાર યાદવે પણ પોતાની કેપ્ટનશિપ દરમિયાન સતત 9 મેચમાં ભારતને જીત અપાવી હતી.હવે શ્રેયસ અય્યર પણ આ જ આંકડા પર છે. તેમણે આ વર્ષે પોતાની કેપ્ટનશિપમાં ભારતને સતત 9 T20I મેચમાં જીત અપાવી છે.

ઐયર પાસે સૌને પાછળ છોડવાની તક

વેસ્ટ ઈન્ડીઝ સામેની 5 મેચની T20I શ્રેણી શ્રેયસ અય્યર માટે આ રેકોર્ડમાં આગળ વધવાની મોટી તક છે.જો ભારત શ્રેણીની તમામ 5 મેચ જીતી લે છે, તો અય્યરની કેપ્ટનશિપમાં ભારતની સતત T20I જીતનો આંકડો 14 સુધી પહોંચી જશે. આ સાથે તે રોહિત શર્માના સતત 14 જીતના રેકોર્ડની બરોબરી કરશે.એટલું જ નહીં, અય્યર એવા ભારતીય કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ જશે, જેમણે T20Iમાં સતત 10 કે તેથી વધુ મેચમાં ટીમને જીત અપાવી છે.

વિરાટ અને સૂર્યકુમાર કરી શક્યા નહીં તે ઐયર કરી શકે?

વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બંને પોતાની કેપ્ટનશિપમાં સતત 9 T20I મેચ જીત્યા હતા, પરંતુ તેઓ આ આંકડાને 10થી આગળ લઈ જઈ શક્યા નહોતા.હવે શ્રેયસ અય્યર પાસે આ બંનેને પાછળ છોડવાની તક છે. વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની તમામ 5 મેચ જીતે તો અય્યર માત્ર સતત 14 જીતનો આંકડો જ નહીં, પરંતુ ભારતીય T20I કેપ્ટનોની ખાસ યાદીમાં પોતાનું નામ પણ નોંધાવી શકે છે.આથી વેસ્ટ ઈન્ડીઝ સામેની આ શ્રેણી ભારતીય ટીમ માટે માત્ર જીતની શ્રેણી નથી, પરંતુ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ માટે પણ ઐતિહાસિક તક બની શકે છે.

આ પણ વાંચો - IND vs WI 1st T20: લખનઉમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, કોણ મારશે બાજી?