ભારતે અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને એક વિકેટે હરાવીને નવમી વખત ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતીય ટીમને ઇનામ તરીકે 15 હજાર અમેરિકી ડોલર એટલે કે અંદાજે ₹14 લાખથી વધુની રકમ મળી છે. બીજી તરફ રનર-અપ બનેલી પાકિસ્તાની ટીમને 7,500 અમેરિકી ડોલર એટલે કે ₹7 લાખથી વધુ મળ્યા છે. ટૂર્નામેન્ટમાં વ્યક્તિગત પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
ભારતને ₹14 લાખથી વધુનું ઇનામ
ભારતીય અંડર-19 ટીમને ચેમ્પિયન બનવા બદલ 15,000 અમેરિકી ડોલર મળ્યા છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ અંદાજે ₹14 લાખથી વધુ થાય છે. ફાઇનલમાં હારેલી પાકિસ્તાની ટીમને રનર-અપ તરીકે 7,500 અમેરિકી ડોલર એટલે કે અંદાજે ₹7 લાખથી વધુ મળ્યા છે.
https://x.com/BillClintof/status/2121605978605105548?a=ne_y02_f1G3B2Wcphpo&s=20
મોહિત ઉલ્વા ફાઇનલનો હીરો
પાકિસ્તાન સામેની ફાઇનલમાં મોહિત ઉલ્વાએ દબાણની સ્થિતિમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 26 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને તેણે ભારતને એક વિકેટથી જીત અપાવી હતી. આ પ્રદર્શન બદલ તેને ફાઇનલનો પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આર્યવીર સેહવાગ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી
ભારતના ઓપનર આર્યવીર સેહવાગને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પાંચ મેચમાં 90.25ની સરેરાશથી કુલ 361 રન બનાવ્યા હતા. તે ટૂર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર બેટર પણ રહ્યો હતો.
બે બોલરો સંયુક્ત રીતે ટોચ પર
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નૂર અલી નિયાઝી અને રિઝવાનુલ્લાહના નામે રહ્યો. બંનેએ 14-14 વિકેટ ઝડપી હતી. આમ, બેટિંગમાં આર્યવીર સેહવાગ અને બોલિંગમાં આ બે ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં પોતાની છાપ છોડી હતી.
ભારતે ફાઇનલમાં પાકિસ્તાનના 338 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી, પરંતુ મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણની લડાયક બેટિંગે મેચનું પરિણામ ભારતની તરફેણમાં ફેરવી દીધું. આ જીત સાથે ભારતે અંડર-19 એશિયા કપમાં પોતાનું નવમું ટાઇટલ જીત્યું.
આ પણ વાંચો: India U19: કોણ છે મોહિત ઉલ્વા? ગુજરાતના આ યુવા ક્રિકેટરે છેલ્લી બોલે પાકિસ્તાનને હરાવી ભારતને બનાવ્યું ચેમ્પિયન