ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝની શરૂઆત 13 સપ્ટેમ્બરે થવાની છે.સીરિઝની પ્રથમ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.જોકે,મેચ પહેલાં જ ક્રિકેટ ચાહકોની ચિંતા વધારી દે તેવા સમાચાર સામે આવ્યા છે.દિલ્હીમાં વરસાદની સંભાવના હોવાથી પ્રથમ T20 મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે.
મેચ દરમિયાન વરસાદની કેટલી શક્યતા?
હવામાનના અહેવાલો અનુસાર 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં વરસાદની શક્યતા છે.ખાસ કરીને મેચનો સમય ચિંતાજનક બની શકે છે.ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે અને આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા વધારે રહેવાની આગાહી કરવામાં આવી છે.દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે.શુક્રવારે રાજધાનીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. શનિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં રવિવારે મેચ દરમિયાન પણ વરસાદ ખલેલ પહોંચાડી શકે છે.બપોરના સમયે વરસાદની શક્યતા પ્રમાણમાં ઓછી રહેવાની છે, પરંતુ સાંજ થતાં જ તેમાં વધારો થઈ શકે છે.જો મેચ દરમિયાન વરસાદ શરૂ થાય અને લાંબા સમય સુધી ચાલુ રહે, તો મેદાનની પીચ અને આઉટફિલ્ડને ફરી રમવા યોગ્ય બનાવવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.
https://x.com/BCCI/status/2098268998689534022?s=20
મેચ રદ થવાની પણ શક્યતા?
જો વરસાદના કારણે રમત શરૂ જ ન થઈ શકે અથવા પૂરતો સમય રમત માટે ઉપલબ્ધ ન રહે,તો પ્રથમ T20 મેચ રદ થઈ શકે છે.ખાસ કરીને દિલ્હીમાં સાંજ અને રાત્રિના સમયે વરસાદની સંભાવના વધારે રહેવાની આગાહી મેચ માટે ચિંતાનો વિષય બની છે.જો વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડે તો ગ્રાઉન્ડ સ્ટાફ માટે પીચ અને મેદાનને ઝડપથી તૈયાર કરવું મહત્વનું રહેશે. વરસાદ કેટલો સમય ચાલે છે અને મેદાન કેટલી ઝડપથી સૂકાય છે તેના પર મેચનું ભવિષ્ય નિર્ભર રહેશે.
વિજેતા નક્કી કરવા માટે કેટલી ઓવર જરૂરી?
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વરસાદથી પ્રભાવિત મેચમાં પરિણામ મેળવવા માટે બંને ટીમો તરફથી ઓછામાં ઓછી 5 ઓવરની રમત જરૂરી હોય છે. જો આટલી રમત પણ શક્ય ન બને તો મેચનું પરિણામ આવી શકતું નથી.જો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ રદ થાય છે, તો સીરિઝની બાકીની 2 મેચો વધુ મહત્વની બની જશે. સીરિઝની બીજી T20 મેચ 15 સપ્ટેમ્બરે રમાવાની છે,જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 17 સપ્ટેમ્બરે યોજાશે.
ભારતનો અફઘાનિસ્તાન સામે દબદબો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે.તેમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.ભારતે આમાંથી મોટાભાગની તમામ મેચમાં જીત મેળવી છે,જ્યારે એક મેચ વરસાદના કારણે પરિણામ વિના રહી હતી.હવે બંને ટીમો ફરી એકવાર આમને-સામને આવવા માટે તૈયાર છે. જોકે,પ્રથમ મેચમાં ખેલાડીઓ કરતાં હવામાનની ભૂમિકા વધારે મહત્વની બની શકે છે.ક્રિકેટ ચાહકોની નજર હવે 13 સપ્ટેમ્બરની સાંજના હવામાન પર રહેશે.જો વરસાદથી રાહત મળે તો અરુણ જેટલી સ્ટેડિયમમાં એક રોમાંચક T20 મુકાબલો જોવા મળી શકે છે.
આ પણ વાંચો - PCB : વૈભવ સૂર્યવંશીના ફેન બન્યા વસીન અક્રમ, PCB અને PSLની કાઢી ઝાટકણી