ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં કોઈપણ મુશ્કેલી વિના માત્ર 3 જ દિવસમાં એકતરફી વિજય મેળવી લીધો છે. મુલ્લાંપુરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનના વિશાળ અંતરથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી જીત છે. આ ઐતિહાસિક જીતનો અસલી હીરો 23 વર્ષનો યુવા સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ તરખાટ મચાવી દીધો હતો. સાત વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. 


માનવ સુથારનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો

પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની પહેલી જ ટેસ્ટ રમી રહેલા ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથારે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં અદભુત બોલિંગ કરતા માત્ર 33 રન આપીને 6 વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે બેટિંગમાં પણ મહત્વના 28 રનનું યોગદાન આપ્યું હતું. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.


ત્રીજા જ દિવસે અફઘાનિસ્તાનનો વીંટો વળ્યો

મુલ્લાંપુર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે અફઘાનિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. અફઘાનિસ્તાનની ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે ભારતીય કેપ્ટને તેને ફોલોઓન આપ્યું હતું. બીજી ઇનિંગ્સમાં પણ ભારતીય સ્પિનરો સામે અફઘાનિસ્તાનના બેટ્સમેનો લાચાર દેખાયા હતા અને આખી ટીમ માત્ર 112 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

ડેબ્યૂ ટેસ્ટમાંથી માનવને મળી આ મોટી શીખ

મેચ જીત્યા બાદ ખુલાસો કરતા માનવ સુથારે જણાવ્યું કે,જ્યારે હું પહેલીવાર બેટિંગ કરવા મેદાન પર ગયો ત્યારે શરૂઆતના 3-4 બોલ રમ્યા બાદ મારી ધડકન શાંત થઈ અને હું સેટલ થયો. બેટિંગ કરવાથી મને એ સમજવામાં મદદ મળી કે પિચ કેવી છે અને તેના પર સ્પિનર્સ માટે શું મદદ છે.તેણે પોતાની બોલિંગ વિશે વાત કરતા વધુમાં ઉમેર્યું કે,આ મેચે મને શીખવ્યું છે કે ટેસ્ટ ક્રિકેટ એ ધીરજની રમત છે. અહીં સફળ થવા માટે સતત એક જ લાઇન અને લેન્થ પર બોલિંગ કરવી કેટલી જરૂરી છે.

આ પણ વાંચો - Team Indiaના ડ્રેસિંગ રૂમમાં મેડિસિન લેત નજરે પડ્યા ગૌતમ ગંભીર, જુઓ Viral Video


  • Follow us on: