ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 શ્રેણીની છેલ્લી મેચ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાઈ રહી છે, જેમાં ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં પહેલીવાર મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોએ પોતાની પ્લેઇંગ 11માં પણ ફેરફાર કર્યા છે, જેમાં મયંક યાદવ અને અક્ષર પટેલની જગ્યાએ ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવર્તીને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડે પણ પોતાના પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે.