ભારતીય વિમેન્સ ટીમ મહિલા એશિયા કપ 2026માં પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરી રહી છે. ભારતીય ટીમનો પાકિસ્તાન સામે ભૂતકાળનો મજબૂત રેકોર્ડ છે. ચાલુ એશિયા કપમાં, ટીમ ઇન્ડિયા હોંગકોંગ અને થાઇલેન્ડને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. બીજી તરફ, પાકિસ્તાને અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને પોતાની જીતની લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે.ત્યારે બીજી બાજુ હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ટીમ હાલમાં ઉત્તમ ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાએ તેમના શરૂઆતના બંને ગ્રુપ સ્ટેજ મેચમાં વ્યાપક વિજય સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાની મહિલા ટીમે પણ તેમના શરૂઆતના મેચમાં થાઇલેન્ડને 35 રનથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી, પરંતુ હવે તેમની સામે સૌથી મોટો પડકાર છે.
