ભારતીય ટીમે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવીને શાનદાર જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 209 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં સરસાઈ મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝે લક્ષ્યનો પીછો કરતી વખતે સંઘર્ષ કર્યો, પરંતુ ભારતીય બોલરોએ મહત્વના સમયે વિકેટ લઈને ટીમને જીત અપાવી.
પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 223 રન બનાવ્યા છે અને વેસ્ટ ઈન્ડિઝ સામે 224 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો. અભિષેક શર્માએ 69 રનની ઇનિંગ રમી. આ સાથે અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 2,000 રન પૂરા કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ભારતે આ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યજમાન ભારતને 6 વિકેટે હરાવ્યું હતું.
