વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ આગામી ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, જે ૧૭ ઓક્ટોબર સુધી ચાલશે. લગભગ ત્રણ અઠવાડિયાના આ પ્રવાસ દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ ૮ મેચો રમાશે. ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે આ શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર એક્શનમાં જોવા મળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમય બાદ વનડે (ODI) ટીમમાં વાપસી કરી રહ્યો છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર 3 મેચ કેમ રમશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સૌથી પહેલા ૩ મેચોની વનડે (ODI) શ્રેણી રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર આ ૩ વનડે મેચમાં જ ભારતીય જર્સીમાં મેદાન પર ઉતરશે. ૨૦૨૪ના T20 વર્લ્ડ કપ બાદ બંને દિગ્ગજ ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવાથી, તેઓ ૬ ઓક્ટોબરથી શરૂ થનારી T20 શ્રેણીમાં જોવા મળશે નહીં.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણીનું શિડ્યુલ
પ્રથમ વનડે (1st ODI): ૨૭ સપ્ટેમ્બર (તિરુવનંતપુરમ)
બીજી વનડે (2nd ODI): ૩૦ સપ્ટેમ્બર (ગુવાહાટી)
ત્રીજી વનડે (3rd ODI): ૩ ઓક્ટોબર (ન્યૂ ચંદીગઢ)
5 મેચોની T20 શ્રેણી અને ન્યુઝીલેન્ડ પ્રવાસ
૩ ઓક્ટોબરે વનડે શ્રેણી પૂરી થયા બાદ 6 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે બંને ટીમો વચ્ચે 5 મેચોની T20 શ્રેણી રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પૂર્ણ થયાના થોડા દિવસો બાદ જ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે, જ્યાં ભારતને 5 T20, 5 વનડે અને ૨ ટેસ્ટ મેચોની લાંબી શ્રેણી રમવાની છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, નમન ધીર, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, કે.એલ. રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ.
વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ T20 શ્રેણી માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, તિલક વર્મા, ઈશાન કિશન, સંજુ સેમસન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને યશ દયાલ.