વિમેન્સ T20 એશિયા કપ 2026માં અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા મહિલા ટીમે ગ્રુપ B માં પોતાનો બીજી મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ સંપૂર્ણપણે સુરક્ષિત કરી લીધું છે. વિમેન્સ એશિયા કપ 2026ની સાતમી મેચ ગુરુવારે ભારતીય વિમેન્સ ટીમ અને હોંગકોંગ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે 3 સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ સામે 137 રનથી ACC વિમેન્સ એશિયા કપ 2026ની મેચ જીતી. આ સાથે ભારતીય ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. આ મેચમાં હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 193 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગ 56 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ હોંગકોંગ સામેની આ મોટી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર સદી ફટકારી અને રેકોર્ડની લાઈન લગાવી. આ ભારતીય વિમેન્સ ટીમનો એશિયા કપમાં સતત બીજી જીત છે. આ જીતથી ટીમ ઈન્ડિયાના કુલ પોઈન્ટ 4 થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા હવે પોતાના ત્રીજા ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ મેચ 5 સપ્ટેમ્બર, શનિવારના રોજ રમાશે.
