ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસની સૌથી ખાસ વાત એ છે કે અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ પ્રવાસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 1 ટેસ્ટ, 3 વનડે અને 3 T20 મેચની શ્રેણી રમાશે.

સ્મૃતિ મંધાના બન્યાં ત્રણેય ફોર્મેટનાં કેપ્ટન

BCCIની મહિલા પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની અલગ-અલગ ટીમ પસંદ કરી છે. સ્મૃતિ મંધાના પર પસંદગી સમિતિએ મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.ટેસ્ટ અને વનડે ટીમમાં સ્મૃતિ મંધાના ઉપરાંત શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ જેવા અનુભવી ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

દીપ્તિ શર્માને ઉપકેપ્ટનની જવાબદારી

વિકેટકીપર તરીકે રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે દીપ્તિ શર્માને ઉપકેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સ્નેહ રાણા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરેને પણ ટીમમાં તક આપવામાં આવી છે.

https://x.com/BCCIWomen/status/2119761930911092775?a=zjFFgsxvpp7YeADddCs&s=20


T20 ટીમમાં શેફાલી વર્માને મોટી જવાબદારી

T20 ફોર્મેટમાં પણ સ્મૃતિ મંધાના ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે આક્રમક બેટર શેફાલી વર્માને ઉપકેપ્ટન બનાવવામાં આવી છે. T20 ટીમમાં નિકી પ્રસાદ, જી. કમલિની અને અનુષ્કા શર્મા જેવા યુવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.આ ઉપરાંત જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા જેવા અનુભવી ખેલાડીઓ ટીમની મજબૂતી વધારશે.બોલિંગ વિભાગમાં શ્રી ચરણી, પ્રેમાં રાવત, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુન્ધતિ રેડ્ડી અને સાયલી સતઘરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમનજોત કૌરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

https://x.com/BCCIWomen/status/2119754560344617002?a=EpCBGVbhzl-JeLkPZLc&s=20

ત્રણેય ફોર્મેટ માટે ભારતીય મહિલા ટીમ

1. ટેસ્ટ ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા (ઉપકેપ્ટન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.

2. વનડે ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા (ઉપકેપ્ટન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.

3. T20 ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (ઉપકેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, રિચા ઘોષ, જી. કમલિની, અનુષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરણી, પ્રેમાં રાવત, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુન્ધતિ રેડ્ડી અને સાયલી સતઘરે.

આ પણ વાંચો - Retirement: નિવૃત્તિના એક દિવસ પહેલાં કોહલી સાથે કરી વાત અને વિલિયમસને કહ્યું- 'હવે સમય આવી ગયો છે.'