આ સિઝનની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ સામેની ઐતિહાસિક અને શાનદાર જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફેન્સ એક્સાઈટેડ છે. ટાઈટલ જીત્યા બાદથી જ મેદાન પર સેલિબ્રેશનનો માહોલ છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જે પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ ગયો છે.

અનુષ્કા શર્માએ રોમેન્ટિક ફોટો શેર કર્યો

સેલિબ્રેશનના આ ખાસ પ્રસંગે અનુષ્કા શર્માએ એક રોમેન્ટિક ફોટો શેર કર્યો. અનુષ્કા શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રોમેન્ટિક અને સુંદર ફોટો પોસ્ટ કર્યો. ફોટામાં તે તેના પતિ વિરાટ કોહલી પર પ્રેમનો વરસાદ કરતી જોવા મળે છે. RCBની ટાઈટલ જીતની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળે છે. આ વાયરલ તસવીરમાં અનુષ્કા વિરાટના કપાળ પર 'કિસ' કરતી જોવા મળે છે, જે તેમની વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે દર્શાવે છે.

ટ્રોફી સાથેનો ખાસ પોઝ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ચમકતી IPL ટ્રોફીને તેમની વચ્ચે પકડીને જોવા મળે છે. રેડ બેકગ્રાઉન્ડ સામે ફોટો પાડવામાં આવ્યો છે, જેમાં વિરાટ હસતો અને નીચે જોઈ રહ્યો છે, જ્યારે અનુષ્કા તેને કિસ કરી રહી છે.

https://www.instagram.com/p/DZCaYSVsiaO/

આ કેપ્શને ફેન્સનું ધ્યાન ખેંચ્યું

અનુષ્કા શર્માએ આ ખાસ ફોટો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં વધારે કંઈ લખ્યું નહીં, તેના બદલે ફક્ત 3 ઈમોજીનો ઉપયોગ કર્યો. તેને લખ્યું છે કે "✌?❤️?" (વિજય, દિલ અને નમસ્તે). શબ્દો વિના પણ તેનું કેપ્શન આ મોટી જીત પરનો આનંદ, વિરાટ પ્રત્યેનો તેનો પ્રેમ અને ભગવાન પ્રત્યેનો તેનો આભાર વ્યક્ત કરે છે. ફેન્સ આ ફોટો પર કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવી રહ્યા છે, તેને સિઝનનો સૌથી સુંદર ફોટો ગણાવી રહ્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આ ફોટા પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આ ફોટા પર ફેન્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે . એક યુઝરે ફની રીતે કોમેન્ટ કરી, "આ બંને વચ્ચે ચોક્કસ કંઈક ચાલી રહ્યું છે." બીજા યુઝરે લખ્યું છે કે "અનુષ્કા પાસે સૌથી મોંઘી ટ્રોફી છે." અન્ય યુઝરે લખ્યું છે કે "અનુષ્કાએ પ્રાર્થના કરી, વિરાટ રમ્યો, અને બેંગલુરુએ જીત મેળવી." ઘણા યુઝર્સે કોમેન્ટ વિભાગમાં હાર્ટ ઈમોજી શેર કર્યા છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા