IPL 2026માં ઓરેન્જ અને પર્પલ કેપ્સ માટેની રેસ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમોના ખેલાડીઓ RCB, GT, SRH અને RR વચ્ચે ઓરેન્જ અને પર્પલ કેપ્સ માટેની રેસ ચાલી રહી છે.ઓરેન્જ કેપ માટે સાત બેટ્સમેન દોડમાં છે,જ્યારે તે ટીમોના ત્રણ ખેલાડીઓ પર્પલ કેપ માટે દાવેદાર છે.ઓરેન્જ કેપ IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને આપવામાં આવે છે,જ્યારે પર્પલ કેપ સૌથી વધુ વિકેટ લેનાર બોલરને આપવામાં આવે છે.
સાઈ સુદર્શન ઓરેન્જ કેપ નંબર 1
IPL 2026માં ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન હાલમાં ઓરેન્જ કેપ ધરાવે છે.તેણે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 14 મેચમાં 638 રન બનાવ્યા છે.સુદર્શન હાલમાં ઓરેન્જ કેપ રેસનું નેતૃત્વ કરી રહ્યો છે પરંતુ તેને છ બેટ્સમેન તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે,જેમાંથી એક તેનો સાથી અને ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ છે.
આ બેટ્સમેનો સાથે સાઈ સુદર્શનની સ્પર્ધા
સાઈ સુદર્શન પછી ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ ઓરેન્જ કેપ રેસમાં બીજા ક્રમે છે. તેણે 13 ગ્રુપ સ્ટેજ મેચોમાં 616 રન બનાવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન 14 મેચોમાં 606 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા ક્રમે છે. આ રેસમાં ક્લાસેન એકમાત્ર બેટ્સમેન છે જે ઓપનર નથી.
દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માંથી બહાર
દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય ન થવાને કારણે કેએલ રાહુલ (593 રન) ઓરેન્જ કેપ રેસમાંથી બહાર થઈ ગયો છે. રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી, જેમણે 14 ગ્રુપ સ્ટેજ મેચોમાં 583 રન બનાવ્યા હતા, તે ઓરેન્જ કેપ રેસમાં બાકી રહેલા ચોથા ખેલાડી છે. ઈશાન કિશન (569 રન), અભિષેક શર્મા (563 રન) અને વિરાટ કોહલી (557 રન) ઓરેન્જ કેપ રેસમાં અન્ય ત્રણ બેટ્સમેન છે. જો તેમની ટીમો IPL 2026 ની ફાઇનલમાં પહોંચે છે, તો તેમની પાસે ઓરેન્જ કેપ જીતવાની તક છે.
આ 3 ખેલાડીઓ પર્પલ કેપ માટે દાવેદાર
પર્પલ કેપ માટે ત્રણ દાવેદાર છે RCB ના ભુવનેશ્વર કુમાર, ગુજરાત ટાઇટન્સના કાગીસો રબાડા અને રાજસ્થાન રોયલ્સ ના જોફ્રા આર્ચર. ભુવી અને રબાડા ના નામે 14 મેચમાં 24-24 વિકેટ છે. જોફ્રા આર્ચર ના નામે 14 મેચમાં 21 વિકેટ છે.
આ પણ વાંચો - Vaibhav Sooryavanshiએ પોતાની ફિલ્ડિંગથી IPLમાં રચ્યો ઈતિહાસ, 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો