રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર શરુઆત કરી ક્વોલિફાયર 1 ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં હરાવ્યું હતુ. કેપ્ટન રજત પાટીદારે શાનદાર રમત દેખાડી હતી. 93 રનની ઈનિગ્સ રમી હતી. 254નો સ્કોર કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 162 રનમાં જ સમેટાય ગઈ હતી. આ હાર બાદ પણ ગુજરાત ટાઈટન્સની ટીમ પાસે ફાઈનલમાં સ્થાન બનાવવાની તક છે તો ચાલો આજે આપણે આ સમીકરણો વિશે જાણીએ.
પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર
શુભમન ગિલે આરસીબી વિરુદ્ધ ટોસ જીતી આ મેચમાં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.વેંકટેશ અય્યર અને વિરાટ કોહલીએ ઓપનિંગ કર્યા બાદ કેપ્ટન રજત પાટીદાર મેદાનમાં આવ્યો હતો. તેમણે ઈતિહાસ રચી દીધો હતો. આરસીબીએ પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર બનાવનારી ટીમ બની હતી. રજત પાટીદારે 33 બોલમાં 93 રનની ઈનિગ્સ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 46 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.ત્યારબાદ જેકબ ડફીએ 3 વિકેટ લઈ ગુજરાત ટાઈટન્સને દબાણમાં લાવ્યો હતો. રસિક સલામે એક ઓવરમાં 2 વિકેટ લીધી હતી. આરસીબીએ ગુજરાત ટાઈટન્સની આખી ટીમને 162 રનમાં સમેટી લીધી હતી.
