અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી IPL 2026ની મહાફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે .પશ્ચિમ રેલવે દ્વારા ક્રિકેટ ચાહકો માટે ખાસ ભેટ આપવામાં આવી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે.

મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે બે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

આ વિશેષ ટ્રેનોનું સંચાલન 31 મે અને 1 જૂનના રોજ ખાસ ભાડા (Special Fare) સાથે કરવામાં આવશે. આ સંપૂર્ણ એરકન્ડિશન્ડ ટ્રેનોના કારણે મુંબઈ અને ગુજરાતના ક્રિકેટ ચાહકોને મેચ જોવા માટે આવા-જવામાં મોટી રાહત મળશે.

31 મે અને 1 જૂનના રોજ થશે સંચાલન

મેચ દરમિયાન મુસાફરોનો ધસારો અને ભારે માંગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 31 મે અને 1 જૂન, 2026 ના દિવસો દરમિયાન કરવામાં આવશે. જેથી જે ચાહકો પાસે ફાઈનલ મેચની ટિકિટ છે તેઓ સરળતાથી સમયસર સ્ટેડિયમ પહોંચી શકે અને મેચ પૂર્ણ થયા બાદ પરત ફરી શકે.

વિશેષ ભાડા સાથે દોડશે ટ્રેન

મળતી માહિતી અનુસાર, આ બંને ટ્રેનોનું સંચાલન વિશેષ ભાડા (Special Fare) સાથે કરવામાં આવશે. આ ટ્રેનો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ (AC) અને સુપરફાસ્ટ કેટેગરીની રહેશે, જેથી મુસાફરો ગરમીની સિઝનમાં પણ આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે.

આ પણ વાંચો - Vaibhav Sooryavanshi : મેચ હાર્યા બાદ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી, આંખોમાંથી વહેવા લાગ્યા આંસુ