અમદાવાદના મોટેરા ખાતે આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ,નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.ક્રિકેટ જગતના આ સૌથી લોકપ્રિય અને રોમાંચક ટૂર્નામેન્ટની ફાઇનલ મેચને લઈને માત્ર ગુજરાત જ નહીં,પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વિજેતા ટ્રોફી પર કબજો કરવા માટે મેદાન પર ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
વીઆઈપી મહેમાનો અને દિગ્ગજોની ઉપસ્થિતિ
આ હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચને નિહાળવા માટે રમતગમત, રાજકારણ અને સિનેમા જગતની અનેક મોટી હસ્તીઓ અમદાવાદ આવી પહોંચી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ખાસ આ મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં તેઓ ફાઇનલ મેચને લઈને ભારે ઉત્સાહિત દેખાતા હતા. આ સિવાય દેશના અન્ય મોટા રાજનેતાઓ પણ સ્ટેડિયમમાં હાજર રહીને મેચનો આનંદ માણશે.
https://x.com/ANI/status/2060988771009802311?s=20
પૂર્વ ક્રિકેટર્સ અને સિલેક્ટર્સ વધારશે શોભા
રાજકીય અગ્રણીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજો પણ આ મહામુકાબલાના સાક્ષી બનશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ અને જાણીતા કોમેન્ટેટર રવિ શાસ્ત્રી (Ravi Shastri) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમની સાથે ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકર (Ajit Agarkar) પણ સ્ટેડિયમમાં હાજર રહીને ખેલાડીઓનું પ્રદર્શન નિહાળશે. આ દિગ્ગજોની હાજરી ફાઇનલ મેચના રોમાંચને બમણો કરશે.
1.25 લાખ દર્શકોથી સ્ટેડિયમ હાઉસફુલ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા વિશ્વમાં સૌથી વધુ છે અને આ ફાઇનલ મેચ દરમિયાન સ્ટેડિયમ સંપૂર્ણપણે હાઉસફુલ રહેવાની ગણતરી છે. આશરે 1.25 લાખ (1.25 Lakh) જેટલા ઉત્સાહી ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં લાઈવ મેચ નિહાળશે. સ્ટેડિયમમાં ચારેય તરફ ફેન્સનો કલરવ અને ચીયર્સ આખી રાત ગૂંજતા રહેશે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે જેથી મેચ જોવા આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે
આ પણ વાંચો -IPL 2026 Finals : શું રજત પાટીદાર રચશે ઇતિહાસ? ધોની અને રોહિતના આ મહા-રેકોર્ડની કરશે બરાબરી!