ગયા રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026 ટ્રોફી જીતી હતી. આ કૃણાલ પંડ્યાની કરિયરની પાંચમી ટ્રોફી હતી. કૃણાલ પંડ્યા આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે ત્રણ વખત ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂક્યો છે અને હવે 2 વખત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે છે.

ક્રિકેટ જગત RCBની સતત બીજી જીત પર ટીમ અને તેના ખેલાડીઓને અભિનંદન આપવા માટે વ્યસ્ત છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા તેના ભાઈ કૃણાલને અભિનંદન આપવા માટે એક પણ સોશિયલ મીડિયા પોસ્ટ ન કરવા બદલ ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે.

કૃણાલ પંડ્યાએ આપ્યો આ જવાબ

ભૂતકાળમાં એવા સમાચાર સામે આવ્યા છે કે પંડ્યા બ્રધર્સ વચ્ચે બધુ બરાબર નથી. હાર્દિકે તેના ભાઈની ટીમની ઐતિહાસિક જીત પર એક પણ પોસ્ટ કે સંદેશ શેર કર્યો ન હોવાથી, પંડ્યા બ્રધર્સ વચ્ચે અણબનાવની ચર્ચાઓ ફરી એકવાર જોર પકડવા લાગી છે.

IPL 2026 દરમિયાન પણ બંને ભાઈઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોના અહેવાલોએ ચર્ચા જગાવી છે. પરંતુ જ્યારે કૃણાલને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે આવી બધી અફવાઓને ફગાવી દીધી. તમને જણાવી દઈએ કે હાર્દિકની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ઘણા સમય પહેલા IPL પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

કેટલાક અહેવાલો મુજબ હાર્દિક પંડ્યા તણાવથી પીડાઈ રહ્યો છે અને તેને આગામી સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

કૃણાલ પંડ્યાએ પોતાની પાંચમી ટ્રોફી જીતી

કૃણાલ પંડ્યા અત્યાર સુધીમાં 5 વખત IPL જીતી ચૂક્યો છે. તેને 2017, 2019 અને 2020 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રોફી જીતી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં જોડાયા પછી તેને બે વાર ટ્રોફી જીતી છે. IPL 2026માં કૃણાલે બેટથી 226 રન બનાવ્યા અને બોલથી 14 વિકેટ લીધી.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા