રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડીઓએ IPL 2026નો ખિતાબ જીત્યા પછી જોરશોરથી સેલિબ્રેશન કર્યું, પરંતુ એક ફની ક્ષણે સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી લીધા. અનુભવી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ટ્રોફી સેલિબ્રેશન દરમિયાન પોતાની 5 આંગળીઓ બતાવી, જેના કારણે વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદાર પણ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026ની ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું. આ જીત સાથે બેંગલુરુ IPL ઈતિહાસમાં સતત 2 ટ્રોફી જીતનારી ત્રીજી ટીમ બની. આ પહેલા ફક્ત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે જ આ સિદ્ધિ મેળવી હતી.

કૃણાલે પંજો બતાવીને સેલિબ્રેશન કર્યું

મેચ પછી ટીમના ખેલાડીઓ ચેમ્પિયન્સ બેનરની પાછળ ઉભા રહ્યા અને ફોટો પડાવ્યો. મોટાભાગના RCB ખેલાડીઓએ સતત 2 IPL ટ્રોફી જીતવાનું સેલિબ્રેશન કરવા માટે 2 આંગળીઓ બતાવી, પરંતુ કૃણાલ પંડ્યાની સ્ટાઈલ અલગ હતી. તેને 2 નહીં પણ 5 આંગળીઓ ઉંચી કરી.

https://twitter.com/worshipVK/status/2061290029394412005

કૃણાલ પંડ્યા તેના કરિયરની પાંચમી IPL ટ્રોફી જીતવાનું સેલિબ્રેશન કરી રહ્યો હતો અને બધાને યાદ અપાવી રહ્યો હતો કે તે હવે લીગના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. કૃણાલનો હાવભાવ જોઈને વિરાટ કોહલી હસવા લાગ્યો. તેને તરત જ કૃણાલ તરફ ઈશારો કર્યો, જ્યારે કેપ્ટન રજત પાટીદાર પણ હસ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો.

5 IPL ટ્રોફીના એલીટ ક્લબમાં જોડાયો

કૃણાલ પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેના આઈપીએલ કરિયરની પ્રથમ ત્રણ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તે 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો. 2025માં આરસીબી સાથે જોડાયા પછી તેને ટીમને સતત 2 આઈપીએલ ટાઈટલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આઈપીએલ 2026 ના ટાઈટલ સાથે કૃણાલ હવે 5 આઈપીએલ ટ્રોફી જીતનારા ખેલાડીઓના ક્લબમાં જોડાઈ ગયો છે. આ લિસ્ટમાં એમએસ ધોની, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને હવે કૃણાલ પંડ્યાનો સમાવેશ થાય છે.

IPLમાં સૌથી વધુ ટ્રોફી જીતનારા ખેલાડીઓ

6 - રોહિત શર્મા

6 – અંબાતી રાયડુ

5 - એમએસ ધોની

5 – કાયરન પોલાર્ડ

5 - હાર્દિક પંડ્યા

5 - કૃણાલ પંડ્યા

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા