રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 2025માં પોતાનું પહેલું IPL ટાઈટલ જીત્યા બાદ ટીમે 2026માં શાનદાર પ્રદર્શન સાથે ટ્રોફીનો સફળતાપૂર્વક બચાવ કર્યો.

આ જીત સાથે ટીમના બે ખેલાડીઓ ફિલ સોલ્ટ અને સુયશ શર્માએ એક અનોખી ટાઈટલ હેટ્રિક પૂર્ણ કરી છે. બંને ખેલાડીઓ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન ટીમનો ભાગ હતા અને ત્યારબાદ RCB સાથે સતત 2 વર્ષ (2025 અને 2026) માં ટ્રોફી જીતી હતી.

સુયશ શર્મા અને ફિલ સોલ્ટે સતત 3 IPL ટ્રોફી જીતી છે

સુયશ શર્મા અને ફિલ સોલ્ટે IPLમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. બંને ખેલાડીઓ છેલ્લા 3 વર્ષથી સતત IPL ટ્રોફી જીતનારી ટીમનો ભાગ રહ્યા છે. જ્યારે તેઓ 2024માં ચેમ્પિયન બન્યા ત્યારે તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતા. ત્યારબાદ, 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેમને તેમની ટીમમાં સામેલ કર્યા, અને તે જ વર્ષે RCBએ તેનું પહેલું ટાઈટલ જીત્યું. 2026માં, તેઓ RCBનો ભાગ રહ્યા, અને ટીમે સતત બીજી વખત ટ્રોફી પર કબજો કર્યો. આમ આ બંને ખેલાડીઓએ સતત ત્રણ IPL સિઝનમાં ટાઈટલની હેટ્રિક પૂર્ણ કરી છે.

છેલ્લા બે સીઝનમાં ફિલ સોલ્ટનું પ્રદર્શન કેવું રહ્યું છે?

IPL 2026માં ફિલ સોલ્ટના પ્રદર્શનની વાત કરીએ તો તેને આ સિઝનમાં ફક્ત 6 મેચ રમી, ઈજાને કારણે બાકીની મેચો ગુમાવી. તે 6 ઈનિંગમાં ફિલ સોલ્ટે 33.66 ની એવરેજથી 202 રન બનાવ્યા, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. પાછલી સીઝન 2025 માં, તેને 13 મેચ રમી, 13 ઈનિંગમાં 403 રન બનાવ્યા, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે.

સુયશ શર્માએ અત્યાર સુધી RCB માટે કેવું પ્રદર્શન કર્યું છે?

ભારતીય સ્પિનર ​​સુયશ શર્માની વાત કરીએ તો તેને IPL 2026માં 12 મેચ રમી હતી અને ફક્ત 9 વિકેટ લીધી હતી. ગયા સીઝનમાં, તેને 14 મેચ રમી હતી અને ફક્ત 8 વિકેટ લીધી હતી. છેલ્લા બે સીઝનમાં તેને 26 મેચમાં ફક્ત 17 વિકેટ લીધી છે. RCB તેને આગામી સીઝન માટે રિટેન કરે છે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા