IPL 2026 ની પહેલી ક્વોલિફાયર મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ 26 મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ પહેલા, પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોચ પર રહેલા બેટ્સમેન વિશે જાણો. શુભમન ગિલ આ યાદીમાં વિરાટ કોહલી કરતાં નોંધપાત્ર રીતે આગળ છે.

શુભમન ગિલ vs વિરાટ કોહલી

શુભમન ગિલનો પ્લેઓફમાં રેકોર્ડ શાનદાર છે.તેણે કુલ 11 IPL પ્લેઓફ મેચ રમી છે, જેમાં 475 રન બનાવ્યા છે. ગિલની એવરેજ 47.5 છે અને સ્ટ્રાઈક રેટ 144.81 છે. તેણે પ્લેઓફમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે. બીજી તરફ, વિરાટ કોહલીનો પ્લેઓફમાં રેકોર્ડ ખરાબ છે. તેણે 17 મેચ રમી છે જેમાં તેણે 26.4 ની સરેરાશથી ફક્ત 396 રન બનાવ્યા છે.તેણે પ્લેઓફમાં બે અડધી સદી ફટકારી છે અને એક વાર શૂન્ય પર આઉટ થયો છે.

ધર્મશાલામાં RCB vs GT નો રેકોર્ડ

ધર્મશાલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો રેકોર્ડ સારો છે. RCBએ ધર્મશાલામાં તેની ત્રણમાંથી બે મેચ જીતી છે અને એક હારી છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ આ મેદાન પર પોતાની પહેલી મેચ રમશે. આ સિઝનમાં, RCB એ ધર્મશાલામાં પંજાબને 23 રનથી હરાવ્યું હતું. આ બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, ગુજરાત અને RCB બંનેએ ચાર-ચાર મેચ જીતી છે.

HPCA સ્ટેડિયમની પિચ કેવી છે?

HPCA સ્ટેડિયમની પિચ ગુજરાત અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બંને માટે સારી રહેશે. બંને ટીમોની બેટિંગ લાઇન મજબૂત છે, અને તેઓ અહીં રન બનાવે તેવી શક્યતા છે. જોકે, ધર્મશાલાની પિચ બેટિંગ ટીમને અનુકૂળ હોય છે. અહીં રમાયેલી બંને મેચમાં રનચેઝ કરતી ટીમ જીતી છે.

આ પણ વાંચો - PBKSના વાયરલ વીડિયોથી મચ્યો હોબાળો,ટ્રોલ બાદ શ્રેયસ ઐયરની બહેને તોડ્યું મૌન