IPL 2026માં પ્લેઓફ મેચો હવે શરૂ થઈ ગઈ છે. સિઝનની પહેલી ક્વોલિફાયર મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCB એ ગુજરાતને 92 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. IPL પ્લેઓફના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ આ બીજી સૌથી મોટી જીત છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઈટન્સ 19.3 ઓવરમાં ફક્ત 162 રન જ બનાવી શક્યું. ગુજરાતને હવે ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે બીજો ક્વોલિફાયર રમવો પડશે. ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી RCBએ વેંકટેશ ઐયરની મદદથી શાનદાર શરૂઆત કરી. તે 7 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્તે 38 બોલમાં બીજી વિકેટ માટે 72 રનની પાર્ટનરશીપ કરી. વિરાટ 25 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો. ટીમ માટે રજત પાટીદારે કેપ્ટન તરીકે 33 બોલમાં 95 રન બનાવ્યા અને 5 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. કૃણાલ પંડ્યાએ પણ 43 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને કેપ્ટન સાથે 96 રનની પાર્ટનરશીપ કરી. ગુજરાતની બોલિંગમાં કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ લીધી. 255 રનના પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરતી વખતે, ગુજરાતની ટીમને ફક્ત 17 રનના સ્કોર પર પહેલો ઝટકો પડ્યો. જ્યારે સાઈ સુદર્શન કમનસીબે હિટવિકેટ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. આ પછી શુભમન ગિલ પણ 2 રન બનાવીને ભુવીના હાથે ક્લીન બોલ્ડ થયો. ગિલના આઉટ થતાં ગુજરાતની ઈનિંગ પડી ગઈ. જોસ બટલરે ચોક્કસપણે 11 બોલમાં 29 રન બનાવીને દાવ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો નહીં. આ મેચમાં જીટી માટે રાહુલ તેવતિયા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેને 43 બોલમાં 68 રન બનાવ્યા. બોલિંગમાં આરસીબી માટે જેકબ ડફીએ 3 વિકેટ લીધી.
