IPL 2026ના બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલ્લાનપુર ન્યુ ચંદીગઢ ખાતે રમાઈ રહી છે. રાજસ્થાન અને ગુજરાત પાસે હવે ફાઇનલમાં પહોંચવાની છેલ્લી તક છે.ગુજરાતનો પ્રથમ ક્વોલિફાયરમાં RCB સામે પરાજય થયો હતો,જ્યારે રાજસ્થાને એલિમિનેટરમાં હૈદરાબાદને હરાવ્યું હતું.એલિમિનેટરમાં રાજસ્થાનનું પ્રદર્શન,ખાસ કરીને વૈભવ સૂર્યવંશીની બેટિંગ,ચોક્કસપણે ગુજરાત કેમ્પમાં હલચલ મચાવશે.ગુજરાતના ટોપ ઓર્ડરે આ મેચમાં ખાસ જવાબદારી નિભાવવી પડશે.બંને ટીમો મજબૂત છે.અને આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની તૈયારી છે.
