ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન શ્રેયસ ઐયરે મુંબઈ T20 લીગની વર્તમાન સીઝનમાં 6 જૂને સાંજે રમાયેલી મેચમાં પોતાની અદ્ભુત બેટિંગ કુશળતા બતાવી હતી, જેમાં તેને 61 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટ્રાયમ્ફ્સ નાઈટ્સ MNE ટીમને 5 વિકેટથી હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
લગભગ ત્રણ વર્ષ પહેલા T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા શ્રેયસ ઐયરને સૂર્યકુમાર યાદવના સ્થાને નવો કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આ મેચમાં સૂર્યાના પ્રદર્શનની વાત કરીએ તો બેટ સાથે તેની જૂની સ્ટાઈલ પણ લાંબા સમય પછી જોવા મળી હતી, જેમાં તેને 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
શ્રેયસે ઈનિંગને મજબૂત બનાવીને ટીમને સરળ જીત અપાવી
ટ્રાયમ્ફ નાઈટ્સ MNE સામે SoBo મુંબઈ ફાલ્કન્સને 148 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા તેને 13 રન પર પોતાની પહેલી વિકેટ અને પછી 41 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. આ પછી શ્રેયસ ઐયર બેટિંગ કરવા આવ્યો હતો, તેને એક છેડેથી ઈનિંગને સ્થિર કરી અને પહેલા સાવધાનીપૂર્વક બેટિંગ કરી, પછી પગ મજબૂત કર્યા પછી, ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું.
શ્રેયસે આ મેચમાં 36 બોલનો સામનો કર્યો અને 61 રન બનાવ્યા, જેમાં તેને 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 169.44 હતો. શ્રેયસને તેની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
સૂર્યકુમાર યાદવની જૂની સ્ટાઈલ લાંબા સમય પછી જોવા મળી
ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ગુમાવવાની સાથે સૂર્યકુમાર યાદવને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, જેનું સૌથી મોટું કારણ તેનું છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ હતું. તે IPL 2026માં બેટથી પણ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. હવે કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ સૂર્યાએ ફરીથી પોતાનું જૂનું ફોર્મ જોયું છે.
સોબો મુંબઈ ફાલ્કન્સ સામે તેની ટીમનો પરાજય થયો હોવા છતાં સૂર્યકુમાર યાદવે 24 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 48 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. આ પહેલા તેને મુંબઈ T20 લીગની છેલ્લી 2 મેચમાં 4 અને 19 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા