મુલ્લાનપુર ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 368 રન બનાવ્યા હતા અને 3 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ દિવસની રમતના અંતે શુભમન ગિલ અને રિષભ પંત ક્રીઝ પર હતા. શુભમન ગિલે તેની 11મી ટેસ્ટ સદી પૂરી કરી. કેએલ રાહુલે પણ શરૂઆતના દિવસે સદી પૂરી કરી.


ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મુલ્લાનપુર મેદાન પર રમાઈ રહેલી આ પહેલી ટેસ્ટ મેચ છે. યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને વહેલા આઉટ થયો, પરંતુ સાઈ સુદર્શન, કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિષભ પંતે મોટા સ્કોરનો પાયો નાખ્યો.

આ મેચમાં શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટન તરીકે 1,000 રન પૂરા કર્યા. તેને કેપ્ટન તરીકે 15 ઈનિંગમાં 1,000 રન પૂરા કર્યા. તે સુનીલ ગાવસ્કરના સૌથી ઝડપી રન બનાવનારા ખેલાડીના રેકોર્ડને તોડી શક્યા નહીં. સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે 14 ઈનિંગમાં 1,000 રનનો આંકડો પૂરો કર્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવવા માટે 18 ઈનિંગનો સમય લીધો હતો.

શુભમન ગિલ અને કેએલ રાહુલની ઐતિહાસિક સદી

આ પહેલા કેએલ રાહુલે તેની 12મી ટેસ્ટ સદી ફટકારી, પરંતુ બીજા જ બોલ પર 100 રન બનાવીને આઉટ થઈ ગયો. કેએલ રાહુલ હવે ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં જોડાઈ ગયો છે.


ભારત માટે ઓપનર તરીકે 33 ટેસ્ટ સદી ફટકારનારા સુનીલ ગાવસ્કર પછી વીરેન્દ્ર સેહવાગ (22), મુરલી વિજય (12) અને પછી કેએલ રાહુલનો નંબર આવે છે, જેમની 11મી સદી ઓપનર તરીકે હતી.

આ દરમિયાન શુભમન ગિલે પણ પોતાની 11મી ટેસ્ટ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. કેપ્ટન તરીકે ગિલની 15 ઈનિંગમાં આ છઠ્ઠી સદી હતી. આ સંદર્ભમાં તે સચિન તેંડુલકરથી માત્ર 1 સદી દૂર છે. સચિને કેપ્ટન તરીકે 7 ટેસ્ટ સદી ફટકારી હતી. પરંતુ ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલી (20 સદી) ના નામે છે. પહેલા દિવસની રમતના અંત સુધીમાં રિષભ પંતે પણ પોતાની 19મી ટેસ્ટ અડધી સદી ફટકારી હતી.

અફઘાન ટીમે કરવો પડ્યો સંઘર્ષ

મોહમ્મદ સલીમે અફઘાનિસ્તાન તરફથી અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લીધી છે, જેમાં તેને યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનને આઉટ કર્યા છે. સાઈ સુદર્શન 81 રન બનાવીને સદી ચૂકી ગયો. ઝિયાઉર રહેમાને પણ 1 વિકેટ લીધી. અઝમતુલ્લાહ ઉમરઝાઈ અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સિવાય બાકીના બધા બોલરો ખૂબ મોંઘા રહ્યા છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: