રવિવારે 31 મે ગુજરાત ટાઈટન્સ સામેની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ફાઈનલ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડી ટિમ ડેવિડને IPL આચારસંહિતાના લેવલ 1 નો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેને 2 ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યા છે. ટિમ ડેવિડને પહેલી ઈનિંગની 10મી ઓવર દરમિયાન ગુસ્સામાં એમ્પાયર નીતિન મેનન પર બરફની થેલી ફેંકવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

"રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટ્સમેન ટિમ ડેવિડને IPL આચાર સંહિતાના લેવલ 1 ના ભંગ બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે.

IPL એ જણાવ્યું હતું કે ટિમ ડેવિડને IPL આચાર સંહિતાના કલમ 2.9 ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે, જે મેચ દરમિયાન ખેલાડી ટીમ અધિકારી, એમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈપણ વ્યક્તિ પર અપમાનજનક અથવા ખતરનાક રીતે બોલ અથવા પાણીની બોટલ ફેંકવાથી સંબંધિત છે."

ટિમ ડેવિડે લેવલ 1 ના બે વધુ ઉલ્લંઘન કર્યા

ટિમ ડેવિડના IPL 2026 માં 5 ડિમેરિટ પોઈન્ટ છે. પરિણામે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 ની પહેલી મેચ ગુમાવશે. આ સિઝનમાં ટિમ ડેવિડનો આ ત્રીજો લેવલ 1 ઉલ્લંઘન છે. તેને પહેલા મેચ 20 માં લેવલ 1 ઉલ્લંઘન (1 ડિમેરિટ પોઈન્ટ) અને પછી મેચ 54 માં (2 ડિમેરિટ પોઈન્ટ) કર્યું.

ટિમ ડેવિડને પહેલા બે વાર દંડ કેમ ફટકારવામાં આવ્યો?

11 મેના રોજ ટિમ ડેવિડને મુંબઈ ઈન્ડિયન્સ સામેની RCB મેચ બાદ કલમ 2.6ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે અશ્લીલ, અપમાનજનક શબ્દો અથવા અપમાનજનક હાવભાવ કરવા સંબંધિત છે. તે ઘટના માટે તેને 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા અને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

13 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટિમ ડેવિડને કલમ 2.4 ના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને 1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો, જે મેચ દરમિયાન એમ્પાયરના નિર્દેશનો અનાદર કરવા સંબંધિત છે.

આગામી સિઝનની પહેલી મેચમાંથી બહાર

ટિમ ડેવિડે પોતાની ભૂલ સ્વીકારી છે અને મેચ રેફરી જવાગલ શ્રીનાથ દ્વારા લાદવામાં આવેલી સજા સ્વીકારી છે. આ સિઝનમાં ટિમ ડેવિડનો આ ત્રીજો ગુનો હતો. તેને અગાઉ મેચ નંબર 20 માં એક ડિમેરિટ પોઈન્ટ અને મેચ નંબર 54 માં 2 ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા. હવે તેના કુલ ડિમેરિટ પોઈન્ટ 5 થયા છે, જેના પરિણામે એક મેચનો પ્રતિબંધ લાગ્યો છે. આ સજા ટિમ ડેવિડને આગામી IPL સીઝન (IPL 2027) ની પહેલી મેચ રમવાથી રોકશે - પછી ભલે તે RCB માટે રમે કે અન્ય કોઈ ટીમ માટે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા