IPL 2026નો અંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બનવા સાથે થયો. RCB સતત બીજી વખત IPL ટાઈટલ જીત્યું. RCB ભલે ટાઈટલ જીતવામાં સફળ રહ્યું, પણ સૌથી મોટું આકર્ષણ 15 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ છીનવી લીધું.
વૈભવ IPL 2026માં ઓરેન્જ કેપ જીતવામાં સફળ રહ્યો. આ રીતે તે IPLમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો. રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે વૈભવે 16 મેચમાં 776 રન બનાવ્યા. આ દરમિયાન વૈભવની એવરેજ 48.50 અને સ્ટ્રાઈક રેટ 237.31 રહ્યો. IPL 2026માં તેના શાનદાર પ્રદર્શન માટે યુવા બેટ્સમેનને ઘણા મોટા એવોર્ડથી નવાજવામાં આવ્યા.
વૈભવ સૂર્યવંશી વિદેશી ધરતી પર એક્શનમાં રહેશે
IPL સમાપ્ત થયા પછી વૈભવ હવે વિદેશી ધરતી પર ચમકતો જોવા મળશે. વૈભવ સૂર્યવંશીને તાજેતરમાં જ ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે આગામી ટ્રાય સિરીઝમાં ભારત Aનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A પણ ભાગ લેશે.
ભારત A 9 જૂને યજમાન શ્રીલંકા A સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ સિરીઝમાં વૈભવ પ્રથમ વખત વિદેશી પરિસ્થિતિઓમાં પોતાની પ્રતિભા દર્શાવશે. ક્રિકેટ નિષ્ણાતો એ જોવા માટે રાહ જોઈ રહ્યા છે કે શું તે શ્રીલંકામાં IPL ફોર્મ ચાલુ રાખી શકે છે.
2024માં પોતાની પહેલી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી
વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ સફર કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેને માત્ર 12 વર્ષની ઉંમરે બિહાર માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયા સામે ભારતીય અંડર 19 ટીમ માટે માત્ર 58 બોલમાં સદી ફટકારીને ચર્ચા મેળવી. હવે IPL 2026 માં રેકોર્ડબ્રેક પ્રદર્શન પછી વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત યુવા સ્ટાર્સમાંનો એક બની ગયો છે.
ફેન્સને આશા છે કે આ યુવા બેટ્સમેન ટૂંક સમયમાં ભારતીય સિનિયર ટીમની જર્સીમાં જોવા મળશે. જો વૈભવ સૂર્યવંશી ઈન્ડિયા A માટે આ ગતિએ રન બનાવવાનું ચાલુ રાખશે, તો ટીમ ઈન્ડિયાના દરવાજા ટૂંક સમયમાં તેના માટે ખુલી શકે છે.
ટ્રાઈ સિરીઝ માટે ભારત Aનું શેડ્યૂલ
9 જૂન: ભારત A એ Vs શ્રીલંકા A, દામ્બુલા
11 જૂન: ભારત A Vs અફઘાનિસ્તાન A, દામ્બુલા
15 જૂન: ભારત A Vs શ્રીલંકા A, દામ્બુલા
17 જૂન: ભારત A Vs અફઘાનિસ્તાન A, દામ્બુલા
ટ્રાઈ સિરીઝ માટેની ભારત A ટીમ
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપરાજ નિગન, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન, અનુકૂલ રોય.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા