IPL 2026ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું. પરંતુ ટ્રોફી જીત્યા પછી સૌથી વધુ ચર્ચામાં રહેલી બાબત વિરાટ કોહલીનું બેટ નહીં, પરંતુ તેમનું ફની નિવેદન છે.

મેચ સમાપ્ત થયા પછી વિરાટે ગુજરાત ટાઈટન્સના પ્રખ્યાત સૂત્ર 'આવા દે' પર એવી કટાક્ષપૂર્ણ કોમેન્ટ કરી કે સોશિયલ મીડિયા પર ફેન્સ હસવાનું રોકી શકતા નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત IPL ટ્રોફી જીતી. આ સાથે બેંગલુરુએ IPL ઈતિહાસમાં સતત બે ટાઈટલ જીતનાર ત્રીજી ટીમ બની.

વિરાટ કોહલીનો વીડિયો થયો વાયરલ

ફાઈનલ જીત્યા પછી વિરાટ કોહલી હાસ્ય કલાકાર અને આરસીબીના લોકપ્રિય પ્રસ્તુતકર્તા દાનિશ સૈત, જેમને મિસ્ટર નૈગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સાથે વાત કરી રહ્યો હતો. વાતચીત દરમિયાન, તેને ગુજરાત ટાઈટન્સના સૂત્ર, "આવા દે" પર ફની કોમેન્ટ કરી, જેનો અર્થ "આવવા દો" થાય છે. તેને કહ્યું કે "ટ્રોફી આવા દે ઔર હોમ જાવા દે, ખૂબ ખૂબ આભાર." વિરાટ કોહલીની આ મજાકિયા કોમેન્ટ થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ફેન્સ તેને ગુજરાત ટાઈટન્સ પર કટાક્ષ કહી રહ્યા છે.

https://twitter.com/BluntIndianGal/status/2061404412824936537

ગુજરાત ટાઈટન્સની ખરાબ શરૂઆત

ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. મુખ્ય બેટ્સમેન સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલર સસ્તામાં આઉટ થઈ ગયા હતા. વોશિંગ્ટન સુંદર એક છેડે સંઘર્ષ કરી રહ્યો હતો, તેને અણનમ 50 રન બનાવ્યા હતા, પરંતુ બીજા છેડેથી તેમને નોંધપાત્ર સપોર્ટ મળ્યો ન હતો. સમગ્ર ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી. આરસીબીના યુવા ફાસ્ટ બોલર રસિક સલામે શાનદાર બોલિંગ કરી, 27 રનમાં 3 વિકેટ લીધી. આ દરમિયાન ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લઈને ગુજરાતની બેટિંગની કમર તોડી નાખી.

ચેઝ માસ્ટર ફરીથી બતાવી પોતાની તાકાત

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી RCBએ સારી શરૂઆત કરી, પ્રથમ વિકેટ માટે 62 રન બનાવ્યા. પરંતુ ત્યારબાદ કેટલીક ઝડપી વિકેટો પડી ગઈ, પરંતુ વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાનો ક્લાસ બતાવ્યો. તે અંત સુધી ક્રીઝ પર રહ્યો, 75 રન બનાવીને અણનમ રહ્યો. તેની ઈનિંગને કારણે, RCB એ સરળતાથી ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધું.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા