વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026નો ખિતાબ જીત્યો છે. RCBએ ગુજરાત ટાઈટન્સને હરાવીને સતત બીજી ટ્રોફી જીતી. હંમેશાની જેમ વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે RCBની ઐતિહાસિક જીતનું સેલિબ્રેશન કર્યું. વિરાટ અને અનુષ્કાએ ફરી એકવાર તેમની કેમિસ્ટ્રીથી ફેન્સના દિલ જીતી લીધા છે.

વિરાટ-અનુષ્કાએ સેલિબ્રેશન કર્યું

આરસીબીની સતત બીજી જીતથી ફેન્સ ખૂબ જ ખુશ હતા. પરંતુ વિરાટની જીતથી અનુષ્કા શર્મા સૌથી વધુ ખુશ દેખાઈ રહી હતી. આરસીબીની જીત પર અનુષ્કા ખુશીથી નાચતી જોવા મળી હતી.

વિરાટે તેની પત્ની સાથે પણ જીતનું સેલિબ્રેશન કર્યું. મેદાનમાંથી વિરાટ અને અનુષ્કાની ઘણી પ્રેમાળ ક્ષણો વાયરલ થઈ છે, જેને ફેન્સના દિલ જીતી લીધા છે. ફેન્સ તેમને પાવર કપલ કહી રહ્યા છે.

https://www.instagram.com/p/DZA8lnmxRZN/

કૃણાલ પંડ્યાના દીકરા સાથે વિરાટ કોહલીએ કરી મસ્તી

કૃણાલ પંડ્યાના પુત્ર અને હાર્દિક પંડ્યાના ભત્રીજા સાથે વિરાટ કોહલીનો એક સુંદર વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. IPL ફાઈનલ જીત્યા પછી વિરાટ કોહલી મેદાન પર ક્રિકેટર કૃણાલ પંડ્યાના પુત્રને લાડ લડાવતો જોવા મળ્યો હતો.

વિરાટ કૃણાલ પંડ્યાના પુત્ર સાથે રમતો પણ જોવા મળ્યો હતો. તેમનો સુંદર બોન્ડ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછો નથી. આ દરમિયાન અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે જોવા મળી હતી. અનુષ્કા વિરાટને કૃણાલ પંડ્યાના પુત્ર સાથે રમતા જોઈને જોરથી હસતી જોઈ શકાય છે.

વિરાટને કૃણાલ પંડ્યાના દીકરા સાથે રમતા જોઈને ફેન્સ તેમના બાળકો વામિકા અને અકાયને યાદ કરી રહ્યા છે. ફેન્સ આ કપલના બાળકોને જોવા માટે ઉત્સુક છે. પરંતુ વિરાટ અને અનુષ્કા તેમના દીકરા અને દીકરીને લાઈમલાઈટથી દૂર રાખે છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા