ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2026 ફાઈનલમાં રમતી વખતે તેને ઈજા થઈ હતી. તેને ડિસ્ટલ સેમીમેમ્બ્રેનોસસ ટેન્ડન ફાટી ગયું હતું.
આ ઈજાના સ્કેનથી જાણવા મળ્યું કે વિરાટ કોહલી ફાઈનલમાં પીડા સાથે બેટિંગ કરી રહ્યો હતો. ફાઈનલ મેચમાં તેને 42 બોલમાં 75 રનની અણનમ ઈનિંગ રમી હતી.
પીડામાં રમવાથી ટીમ ચેમ્પિયન બની
IPL 2026ની ફાઈનલમાં બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. ટીમે ટાઈટલ જીત્યા પછી આ ખુલાસો થયો. મીડિયા રિપોર્ટ મુજબ મેચની અંતિમ ક્ષણો દરમિયાન વિરાટ તકલીફમાં જોવા મળ્યો હતો. મેચ દરમિયાન તેને દોડવામાં મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે તેને તબીબી મદદ લેવી પડી હતી.
મેચ દરમિયાન દોડતી વખતે તે ઘણી વખત લંગડાતો જોવા મળ્યો હતો. આ સમસ્યા હોવા છતાં વિરાટ કોહલીએ ટીમ માટે શાનદાર બેટિંગ કરી અને ટીમને ટાઈટલ સુધી પહોંચાડી. વિરાટ કોહલી તે સિઝનમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
ટીમ ઈન્ડિયામાં ક્યારે પરત ફરી શકશે?
ડિસ્ટલ સેમીમેમ્બ્રેનોસસ ટેન્ડન ફાટી જવાથી વિરાટ કોહલી માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ તે માત્ર અફઘાનિસ્તાન સામેની સિરીઝમાંથી બહાર થઈ ગયો નથી, પરંતુ ત્યારબાદના ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ જોખમ છે. આ ઈજાને સાજા થવામાં 4થી 12 અઠવાડિયા અને કેટલાક કિસ્સાઓમાં 5 મહિના પણ લાગી શકે છે. તેથી જ્યાં સુધી BCCI તેનો મેડિકલ રિપોર્ટ જાહેર ન કરે ત્યાં સુધી ખાતરીપૂર્વક કંઈ કહી શકાય નહીં.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા